ડોક્ટરોની આજે દેશવ્યાપી હડતાળ, હોસ્પિટલોમાં ઓપીડી બંધ, દર્દીઓની હાલત ખરાબ
પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોના વિરોધની આંચમાં દિલ્હીના દર્દીઓ પણ તડપી રહ્યાં છે. આજે દેશભરમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. દર્દીઓએ ભટકવાનો વારો આવી ગયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. આ હડતાળમાં દિલ્હી મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 18,000 ડોક્ટરો પણ સામેલ થયા છે.
Trending Photos
લખનઉ: પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોના વિરોધની આંચમાં દિલ્હીના દર્દીઓ પણ તડપી રહ્યાં છે. આજે દેશભરમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. દર્દીઓએ ભટકવાનો વારો આવી ગયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. આ હડતાળમાં દિલ્હી મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 18,000 ડોક્ટરો પણ સામેલ થયા છે. જેના કારણે કેજીએમયુ, એસજીપીજીઆઈ, લોહિયા સંસ્થાન અને તમામ ખાનગી હોસ્પિટલમાં આજે હડતાળ છે. એસજીપીજીઆઈમાં ઓપીડી અને સર્જરી સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે કેજીએમયુ અને લોહિયા સંસ્થાનમાં ફેકલ્ટી મેમ્બર્સના સહારે ઓપીડી ચલાવવાનો દાવો કરાયો છે. કેજીએમયુ, લોહિયા અને એસજીપીજીઆઈના રેસિડેન્ટ ડોક્ટરોએ કાર્યના બહિષ્કારની જાહેરાત કરી છે. જો કે એમ્સની સેવાઓ સુચારું રૂપથી ચાલુ રહેશે. હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.
જો કે દિલ્હી મેડિકલ એસોસિએશને ડોક્ટરોને જરૂરી સેવાઓ ન ખોરવવાની અપીલ કરી છે. ડોક્ટરોની માગણી છે કે મેડિકલ પ્રોફેશનલ્સ સાથે થનારી હિંસાને પહોંચી વળવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની જરૂર છે. હોસ્પિટલોનો સેફ ઝોન જાહેર કરવી જોઈએ તથા આ ઉપરાંત સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સરકારની હોવી જોઈએ.
ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર નહીં મળે
પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર હુમલાના વિરોધમાં આઈએમએ પણ સમર્થનમાં ઉતર્યું છે. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર નહીં મળી શકે. લગભગ 30 હજાર દર્દીઓ પ્રભાવિત થઈ શકે છે. અઢી હજાર જેટલા દર્દીઓના ઓપરેશન ટળે તેવા અણસાર છે. બધાની માગણી છે કે કોલકાતામાં ડોક્ટરો પર હુમલા કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ડોક્ટરોને તેમના કાર્યસ્થળ પર સુરક્ષા આપવામાં આવે.
જુઓ LIVE TV
ફક્ત ઈમરજન્સી સેવાઓ જ રહેશે ચાલુ
એસજીપીજીઆઈનું રેસિડેન્ટ એસોસિએશન બે દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. એસોસિએશનના ડો. અનિલ ગંગવાર, ડો.આકાશ, ડો. અજય શુક્લા તથા અન્ય લોકોએ કહ્યું કે સોમવારે ઓપીડીમાં રેસિડેન્ટ કામ નહીં કરે. આ જ રીતે કેજીએમયુના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનના મુખ્ય સલાહકાર ડો.ભૂપેન્દ્ર સિંહનું કહેવું છે કે સોમવારે ઓપીડી સેવાઓ સંપૂર્ણ ઠપ રહેશે. ઓપીડીની સાથે સર્જરીમાં પણ રેસિડેન્ટ કામ નહીં કરે. આ અંગે કુલપતિ, સીએમએસ અને પ્રોક્ટરને જાણ કરી દેવાઈ છે. ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. લોહિયા સંસ્થાનના રેસિડેન્ટ એસોસિએશને પણ કામનો બહિષ્કાર કર્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની લખનઉ શાખાના અધ્યક્ષ ડો. જીપી સિંહે જણાવ્યું કે મેડિકલ કોલેજ, સરકાર અને પ્રાઈવેટ હોસ્પિટલોના સેંકડો ડોક્ટરો કામકાજ ઠપ રાખશે.
આ હોસ્પિટલોમાં ન જાઓ
સફદરગંજ, આરએમએલ, લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ, લોકનાયક, જીબી પંત, જીટીબી, ડીડીયુ, સંજય ગાંધી સ્મારક હોસ્પિટલ, આંબેડકર હોસ્પિટલ, ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ, હઈબાસ, હિંદુરાવ, ભગવાન મહાવીર હોસ્પિટલ, ચાચા નહેરુ બાળ ચિકિત્સાલય, રેલવે હોસ્પિટલ, તથા મહર્ષિ વાલ્મિકી હોસ્પિટલ, એલબીએસ. એમ્સના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને પોતાનો નિર્ણય બદલ્યો છે. હવે બપોરે 12 વાગ્યાથી હડતાળમાં સામેલ થવાની જાહેરાત કરી છે. તેનાથી કાર્ડિયાક સેન્ટર અને ન્યૂરો સેન્ટરમાં બપોરે 2 વાગે થનારી ઓપીડી પ્રભાવિત થશે.
મંગળવારથી બંગાળમાં છે ડોક્ટરોની હડતાળ
દેશભરના ડોક્ટરો આજે હડતાળ પર ઉતર્યા છે પરંતુ પશ્ચિમ બંગાળમાં મંગળવારથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. કોલકાતાના એનઆરએસ મેડિકલ કોલેજમાં 75 વર્ષના એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયા બાદ તેમના પરિજનોએ ખુબ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરોની પીટાઈ કરી હતી. આઈએમએના એક અધિકારીએ જણાવ્યું કે સોમવારે તમામ ડોક્ટરો શાંતિપૂર્ણ આંદોલન માટે આઈએમએના હેડક્વાર્ટર પર ઉપસ્થિત રહશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે