પ્રશાંત કિશોર જેડીયૂમાંથી બહાર, હવે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો
બિહારના મુખ્યપ્રધાન અને જેડીયૂ ચીફ નીતીશ કુમાર સામે વિવાદ બાદ પાર્ટીમાંથી બહાર થયેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના રાજકીય ભવિષ્યને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.
કોલકત્તાઃ બિહારના મુખ્યપ્રધાન અને જેડીયૂ ચીફ નીતીશ કુમાર સામે વિવાદ બાદ પાર્ટીમાંથી બહાર થયેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના રાજકીય ભવિષ્યને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં તે પ્રકારની ચર્ચા પણ છે કે પ્રશાંત કિશોર મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. પ્રશાંત કિશોરને જનતા દળ (યૂનાઇટેડ)એ બુધવારે જ બહાર કરી દીધા છે.
પરંતુ પ્રશાંક કિશોરને લઈને તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતા કંઇ પણ સ્પષ્ટ પણે બોલવા માટે તૈયાર નથી, પરંતુ ટીએમસીમાં તેની સામેલ થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં. મહત્વનું છે કે પ્રશાંત કિશોર આ દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી રણનીતિમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની જેમ પ્રશાંત કિશોર પણ નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર)ની ટીકા કરતા રહ્યાં છે.
તૃણમૂલ કોંગ્રેસના સૂત્રો પ્રમાણે, પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીની સાથે પ્રશાંત કિશોરના સંબંધો સારા છે. તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટર્જીએ સંવાદદાતાઓને કહ્યું, 'ચૂંટણી રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરે પાર્ટી માટે ખુબ સારૂ કામ કર્યું છે. હવે તે ટીએમસીમાં જોડાશે કે નહીં, તે વિશે તેઓ (કિશોર) અને પાર્ટીનું મુખ્ય નેતૃત્વ નિર્ણય કરશે.' તો એક નેતાએ કહ્યું કે, પ્રશાંત પાર્ટીમાં જોડાવા ઈચ્છે તો તેમનું ખુલા દિલે સ્વાગત છે. કારણ કે તેમના જેવા રણનીતિકાર 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીમાં જોડાય, તે સિદ્ધિ હશે.
ગેરસમજણ દૂર, હવે અકાલી દળ દિલ્હી ચૂંટણીમાં કરશે ભાજપનું સમર્થન
પાર્ટી લાઇનથી ઉપર જઈ નિવેદન આપવા પડ્યા મોંઘા
મહત્વનું છે કે પ્રશાંત કિશોર સંશોધિત નાગરિકતા કાયદા પર પાર્ટી લાઇનથી અલગ સતત મોદી સરકાર વિરુદ્ધ નિવેદન આપી રહ્યાં હતા. ઘણા દિવસ સુધી આ મુદ્દા પર ચુપ રહ્યા બાદ નીતીશ કુમારે સ્પષ્ટ કર્યું કે, તે આવા કોઈ વ્યક્તિને સહન કરશે નહીં.
પવન વર્માને પણ પાર્ટીમાંથી રજા અપાઈ
જેડીયુના મુખ્ય મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે, છેલ્લા ઘણા મહિનાથી પક્ષની અંદર પદાધિકારી રહેતા પ્રશાંત કિશોરે ઘણા વિવાદાસ્પદ નિવેદન આપ્યા જે પક્ષના નિર્ણયની વિરુદ્ધ હતા. પ્રશાંત સિવાય પાર્ટીએ રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા પવન વર્માને પણ ચિઠ્ઠી વિવાદ બાદ પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube