ગેરસમજણ દૂર, હવે અકાલી દળ દિલ્હી ચૂંટણીમાં કરશે ભાજપનું સમર્થન
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અકાલી દળે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પહેલા તેમે સીએએના મુદ્દા પર નારાજ થઈને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. તેની માગ હતી કે તેમાં બધા ધર્મોને સામેલ કરવામાં આવે.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના મુદ્દા પર દિલ્હીમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કરનારી શિરોમણી અકાલી દળ (SAD)એ વાપસી કરતા ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલની મુલાકાત બાદ કરવામાં આવી છે. અકાલી દળે કહ્યું કે, તેમનું ગઠબંધન તૂટ્યું નથી કેટલિક ગેરસમજણ હતી જે હવે દૂર થઈ ગઈ છે.
અકાલી ચીફ સુખબીરે મીડિયાને સંબોધિત કરતા કહ્યું, 'અકાલી-ભાજપ ગઠબંધન માત્ર રાજકીય ગઠબંધન નથી. આ ભાવનાઓથી જોડાયેલું છે અને પંજાબ તથા દેશની જનતાની શાંતિ, ભવિષ્યના હિત માટે છે. પહેલા કેટલિક ગેરસમજણ હતી જે દૂર થઈ ગઈ છે.'
SAD Chief SS Badal: We never broke the alliance. We just decided to contest the election separately. We've been supporting CAA from the beginning. We went to Rajnath Singh&Amit Shah for granting citizenship for Sikhs who have been subjected to persecution in Pak, Afghanistan. pic.twitter.com/w1hCxmPry4
— ANI (@ANI) January 29, 2020
SAD Chief SS Badal: We never broke the alliance. We just decided to contest the election separately. We've been supporting CAA from the beginning. We went to Rajnath Singh&Amit Shah for granting citizenship for Sikhs who have been subjected to persecution in Pak, Afghanistan. pic.twitter.com/w1hCxmPry4
— ANI (@ANI) January 29, 2020
તેમણે આગળ કહ્યું, 'અમે ક્યારેય ગઠબંધન તોડ્યું નથી. અમે માત્ર ચૂંટણી અલગ લડવાનો નિર્ણય લીધો હતો. અમે શરૂઆતથી નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરી રહ્યાં છીએ. અમે રાજનાથ સિંહ અને અમિત શાહ સાથે મુલાકાત કરી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શિકાર બનેલા શીખોને નાગરિકતા આપવાની માગ કરી હતી.
देश की आवश्यकता पर शिरोमणि अकाली दल हमेशा आगे आता रहा है और भाजपा के साथ गठबंधन में शामिल होता रहा है।
मैं धन्यवाद देता हूं शिरोमणि अकाली दल का, जिसने दिल्ली के विधानसभा चुनाव में भाजपा को समर्थन देने का निर्णय किया है: भाजपा अध्यक्ष श्री @JPNadda https://t.co/ocJFEtEMiR
— BJP (@BJP4India) January 29, 2020
બીજીતરફ ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું, દેશની જરૂરીયાત પર અકાલી દળ હંમેશા આગળ આવતું રહ્યું છે અને ભાજપની સાથે ગઠબંધનમાં સામેલ થતું રહ્યું છે. હું અકાલી દળનો આભાર વ્યક્ત કરુ છું, જેણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે