નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફ્લા પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સુરક્ષા દળોને સંપૂર્ણ છુટ આપવાની વાત કહી હતી. 15 ફેબ્રુઆરીના યુપીના ઝાંસીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની શહાદતનો બદલો લેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, પુલવામા હુમલાના આરોપીઓને તેની સજા જરૂર મળશે. આપણો પાડોશી દેશ ભૂલી રરહ્યો છે કે આ નવી રીતિ અને નવી નીતિનું ભારત છે. આતંકી સંગઠનો અને તેમના આકાઓની જે હૈવાનિયત દેખાઇ છે, તેમનો સંપૂર્ણ હિસાબ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પુલવામા હુમલાનો ભારતે લીધો બદલો, પાકિસ્તાનમાં ઘૂસીને ઝીંક્યા 1000 KG બોમ્બ


પ્રધાનમંત્રીએ આ એક કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું. આજે દેશ ખુબ જ ઉદાસ અને દુખી છે. પુલવામામાં આતંકવાદીઓ જે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. તેનાથી સમગ્ર દેશમાં આક્રશે ફેલાયો છે. હું સ્પષ્ટ કહેવા માગીશ કે, આપણા વિરોનું બલિદાન વ્યર્થ નહી જાય.


વધુમાં વાંચો: એર સ્ટ્રાઈકમાં વાયુસેનાએ સપાટો બોલાવ્યો, 200થી 300 આતંકીઓનો ખાત્મો કર્યો


પીએમ મોદીએ કહ્યું હતું કે આપણો પાડોશી દેશ માટે રોજ રોજનો ખર્ચો ચલાવવો મુશ્કેલ થઇ ગયો છે, તેઓ દુનિયામાં ભીખનો વાટકો લઇને ફરી રહ્યાં છે. પુલવામા જેવી તબાહી મચાવી, તેઓ આપણને પણ બરબાદ કરવા ઇચ્છે છે. પરંતું તેમની આ ઇચ્છાનો આપણે બધા દેશવાસીઓ મળીને જબરજસ્ત જવાબ આપીશું.


વધુમાં વાંચો: જે ‘મિરાજ-2000’એ પાકિસ્તાનમાં મચાવી તબાહી, જાણો તેની 10 લાક્ષણિકતાઓ


તેમણે કહ્યું હતું કે, સુરક્ષા દળોની આગળની કાર્યવાહી માટે કયા સમયે, કયા સ્થળ પર અને સ્વરૂપ કેવું હશે, તે નક્કી કરવા માટે સંપૂર્ણ મજૂરી આપી દેવામાં આવી છે. આતંકવાદીઓ તેમજ તેમના આકાઓને કડક શબ્દોમાં સંદેશો આપતા મોદીએ કહ્યું હતું કે આતંકી સંગઠનો અને તેમના આકાઓએ જે હૈવાનિયત દેખાડી છે, તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવશે.


વધુમાં વાંચો: LoC: એર ડિફેન્સ સિસ્ટમ એલર્ટ, પાક એરફોર્સની કોઇ પણ પ્રતિક્રિયાનો જવાબ આપવાના આદેશ


પીએમ મોદીએ કહ્યું હતું કે, પુલવામાં હુમલાના ગુનેગારોને તેમના કરેલા હુમલાની સજા જરૂર મળશે. આપણો પાડોશી દેશ ભૂલી રહ્યો છે. કે આ નવી રીતિ અને નવી નીતિનું ભારત છે. આતંકી સંગઠનો અને તેના આકાઓ જે હેવાનિયત દેખાળી છે, તેનો સંપૂર્ણ હિસાબ કરવામાં આવશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...