જે ‘મિરાજ-2000’એ પાકિસ્તાનમાં મચાવી તબાહી, જાણો તેની 10 લાક્ષણિકતાઓ

એરફોર્સે આતંકવીદઓના અડ્ડાને નિશાન બનાવતા મોટા પ્રમાણમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર વાયુસેનાએ 12 ‘મિરાજ-2000’ વિમાનથી જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે.

જે ‘મિરાજ-2000’એ પાકિસ્તાનમાં મચાવી તબાહી, જાણો તેની 10 લાક્ષણિકતાઓ

નવી દિલ્હી: ભારતીય સેનાએ પુલવામા આતંકી હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. ઇન્ડિયન એરફોર્સે મંગળવારે પીઓકેમાં ઘૂસી આતંકવાદીઓના અડ્ડાને નષ્ટ કરી દીધા છે. એરફોર્સે આતંકવીદઓના અડ્ડાને નિશાન બનાવતા મોટા પ્રમાણમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર વાયુસેનાએ 12 ‘મિરાજ-2000’ વિમાનથી જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. એરફોર્સની તરફથી સવારે 03:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.

કાર્યવાહીની પાકિસ્તાને પણ પુષ્ટિ કરી
પુલવામા હુમલા બાદ ઇન્ડિયન એરફોર્સની તરફથી કરવામાં આવેલી કાર્યવાહીની પાકિસ્તાને પણ પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે જણાવ્યુ કે ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. અમે તાત્કાલીક તેમને જવાબ આવ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત તેમની સીમામાં ફર્યા હતા. ભારતીય વાયુ સેનાએ જે ‘મિરાજ-2000’થી કાર્યવાહી કરી છે, જાણો તેની લાક્ષણિકતાઓ...

મિરાજ-2000ની 10 લાક્ષણિકતાઓ

- ભારતીય સેનાની પાસે હાજર મિરાજ-2000  વિમાન એક સીટવાળું ફાઇટર જેટ છે. તેનું નિર્માણ ‘ડસોલ્ટ મિરાજ એવિશન’એ કર્યું છે. મિરાજ-2000 ફાઇટર જેટને 1980ના દાયકામાં ફ્રાંસથી ખરીદ્યા હતા.

- આ વિમાન એક કલાકમાં 2495 કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ છે. મિરાજ એક ફ્રેન્ચ બહુઉપયોગી ફોર્થ જનરેશનનું સિંગલ એન્જિન લડાકુ વિમાન છે.

- ભારતીય વાયુ સેનાની પાસે 50 મિરાજ-2000 વિમાન છે. આ હુમલામાં એરફોર્સે 12 વિમાનોનો ઉપયોગ કર્યો છે. પાછલા દિવસોમાં ભારતીય સરકારે આ વિમાનોને અપગ્રેડેશન માટે ફ્રાંસની ડસોલ્ટ એવિએશનની સાથે કરાર કર્યો હતો. જેના અંતર્ગત કેટલાક વિમાનોનું અપગ્રેડેશ કરવામાં આવ્યું છે. અપગ્રેડેશન બાદ આ વિમાન પહેલાથી વધારે શક્તિશાળી થઇ ગયા છે.

- દુનિયાના સૌથી સારા લડાકુ વિમાનોની લિસ્ટમાં મિરાજ-2000 10માં નંબર પર છે. તેની પહેલી ઉડાન 10 માર્ચ 1978માં થઇ હતી.

- આ વિમાન જમીન પર મોટા પ્રમાણમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની સાથે હવામાં હાજર બીજા પ્લેનને પણ નિશાનો બનાવવામાં સક્ષમ છે. 21 મે, 2015 ના મિરાજ 2000 દિલ્હીની પાસે યમુના એક્સપ્રેસ વે પર લેન્ડ કરવવામાં આવ્યા હતા. તેના આપાત્કાલિન સ્થિતિમાં રાષ્ટ્રિય રાજ્યમાર્ગોના રનવેની તરફ ઉપયોગ કરી શકાય, એટલા માટે ડ્રિલને મિરાજથી અંજામ આપવામાં આવ્યો હતો.

- ફ્રાંસની કંપનીની તરફથી બનાવેલા મિરાજ-2000 દરેક ઋતુમાં ઉડાન ભરી શકે છ.

- મિરાજ-2000 ખુબજ ઝડપથી ઓછી ઉંચાઇ પર ઉડી જમીન પર હાજર દુશ્મનના અડ્ડાઓ પર બોમ્બ બ્લાસ્ટ કરી શકે છે.

- મિરાજ-2000 એક વારમાં 17 હજાર કિલોગ્રામ વજન લઇ જવામાં સક્ષમ છે.

- તેની રેન્જ 1480 કિમી છે. એટલે કે એકવખતમાં 1480 કિલોમીટર દૂર સુધી દુશ્મનના અડ્ડાઓ પર બોમ્બ બ્લાસ્ટ કરી શકે છ. ડસોલ્ટ મિરાજ-2000 હવાની સપાટી પર મિસાઇલ અને હથિયારથી હુમલો કરવાની સાથે સાથે લેઝર ગાઇડેડ બોમ્બ (LGB) બ્લાસ્ટ કરવામાં સક્ષમ છે.

- 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન મિરાજ-2000 એ મહત્વની ભૂમિકા નિભાવી છે અને દુશ્મનને નેસ્તોનાબુદ કરી દીધા હતા. કારગિલની લડાઇમાં મિરાજ-2000એ દુશ્મનના અડ્ડાઓ પર લેઝર ગાઇડેડ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેનાથી મહત્વના બંકરોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ લડાકુ વિમાન ફ્રાંસિસી એરફોર્સની સાથે ભારતીય વાયુસેના, યુનાઇટેડ અરબ અમીરાત એરફોર્સ અને ચિન રિપલ્બિક વાયુસેના પાસે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news