ઔરંગાબાદ: વિજ્ઞાન અને ગણિત વિષયના નામ સાંભળીને અનેક લોકોને ચક્કર આવવા લાગે છે. બિહાર બોર્ડની મેટ્રિક પરીક્ષામાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થિની વિજ્ઞાન વિષયની પરીક્ષા આપવા સેન્ટર પહોંચી. પરીક્ષાના સમયે પેપર આપવામાં આવ્યા. વિદ્યાર્થિનીએ પેપરના સવાલ જોયા તો તે અચાનક બેભાન થઈ ગઈ. તે જોઈને કેન્દ્ર પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવી પડી. હોશમાં આવ્યા પછી વિદ્યાર્થિની બીજીવાર પરીક્ષા આપવા માટે કેન્દ્ર પહોંચી. જ્યાં તે ગેટની બહાર જ બેભાન થઈ ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
ત્રિપુરામાં કોના માથે તાજ? 60 બેઠકો માટે મતદાન શરૂ, આ ઉમેદવારો પર સૌની નજર
CNG Pump: ગુજરાતમાં આવતીકાલે CNG પંપ બંધ રહેશે કે ચાલું? વાહન ચાલકો માટે મોટા સમાચાર
10થી વધુ ગેસ સિલિન્ડર ફાટતાં અફરાતફરીનો માહોલ, પ્રચંડ અવાજના કારણે ઘરોની દીવાલો ફાટી


શું છે સમગ્ર મામલો:
બિહાર બોર્ડની મેટ્રિક પરીક્ષા દરમિયાન શહેરના કરમા રોડ પર આવેલી અંબિકા પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની. પરીક્ષા કેન્દ્ર પર બીજી પાળીમાં નબીનગરની રહેવાસી એક વિદ્યાર્થિની પરીક્ષા આપવા આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પરીક્ષાર્થીએ વિજ્ઞાનનું પેપર જોયું અને તેના પછી તે એકાએક લગભગ અઢી વાગ્યે બેભાન થઈ ગઈ. જેના કારણે પરીક્ષા કેન્દ્ર પર તહેનાત અધિકારીઓ ચોંકી ગયા. વિદ્યાર્થિનીને ઉતાવળમાં હોસ્પિટલ ખસેડવામાં આવી. મેડિકલ ઓફિસરે વિદ્યાર્થિનીના સ્વાસ્થ્યની  તપાસ કરી જણાવ્યું કે વિદ્યાર્થિની ગભરામણના કારણે બેભાન થઈ ગઈ હતી.



આ પણ વાંચો:
IND W vs WI W: મહિલા ટી20 વિશ્વકપમાં ભારતની સતત બીજી જીત, વિન્ડીઝને 6 વિકેટે હરાવ્યુ
કોણ છે દેશના ' સર્વશ્રેષ્ઠ  PM ઉમેદવાર' , જાણી લો PM મોદી છે કેટલા લોકપ્રિય?
ગુજરાતમાં અહીં ગેરકાયદે બનાવેલું વ્હાઈટ હાઉસ તોડી પડાયું! HC એ આપ્યું મોટું નિવેદન


બીજીવાર કેન્દ્રના મુખ્ય દ્વાર પર બેભાન થઈ:
સારવાર બાદ વિદ્યાર્થિનીની તબિયત સારી થઈ જતાં તેને પરીક્ષા આપવા માટેની પરમિશન આપી. પરંતુ બીજીવાર વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી તો ઢળી પડી. પરંતુ ફરી એકવાર તેની તબિયત ખરાબ થઈ ગઈ. અને તે પરીક્ષા કેન્દ્રની બહાર બેભાન થઈ ગઈ. પરીક્ષા કેન્દ્ર પર તહેનાત અધ્યાપકોએ તેને સારવાર માટે બીજી જિલ્લા હોસ્પિટલ ખસેડી. અહીંયા વિદ્યાર્થિનીની સારવાર ચાલતી હતી. તો બીજીબાજુ કેન્દ્ર પર પરીક્ષા ચાલી રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube