Noida Woman Video: ઉત્તર પ્રદેશના નોઈડાથી એકવાર ફરીથી ગાળાગાળીનો વીડિયો સામે આવ્યો છે. આ વખતે એક મહિલાએ સોસાયટીના ગાર્ડ સાથે ગેરવર્તણૂંક કરી છે. ગાલીબાજ નેતા શ્રીકાંત ત્યાગી બાદ હવે આ મહિલાનો પણ ગાળો ભાંડતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગાળો પણ કેવી? કાનમાંથી કીડા ખરી પડે તેવી. કોઈ સભ્ય સમાજની વ્યક્તિ આવી ગાળો બોલી શકે? મહિલા ગાર્ડ પર એવા કચરા જેવા કારણે ભડકી ગઈ કે તમને જાણીને નવાઈ લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ હતી કે ગાર્ડને સોસાયટીનો ગેટ ખોલવામાં થોડી વાર લાગી ગઈ. જેના કારણે મહિલા ગાર્ડ પર ભડકી ગઈ. ખુબ કોશિશ કરવા છતાં તે માની નહીં અને ગુસ્સે થઈ. સોશિયલ મીડિયામાં આ આરોપી મહિલા વિરુદ્ધ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે અને કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. છેલ્લે મળતી માહિતી મુજબ પોલીસે આ મહિલાની ધરપકડ કરી લીધી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube