Sunny Leone, Neha બાદ હવે Shin Chanએ કર્યું ટોપ, નોંધાઇ પોલીસ ફરિયાદ
પશ્ચિમ બંગાળના રાજકારણની સાથે ઉચ્ચ શિક્ષણ પણ પાતાળમાં જઇ રહ્યું છે. આગામી દિવસોમાં, અહીં કોલેજોમાં એવા વિદ્યાર્થીઓના નામ ટોચ પર છે, જે ફક્ત કોલેજમાં જ નથી, પરંતુ તેમના નામ એક સેલિબ્રિટી સાથે મેળ ખાતા હોય છે. અહીંની કેટલીક કોલેજોમાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે બાળકોના પ્રિય કાર્ટૂન કેરેક્ટર Shin Chanએ કોલેજમાં ટોપ કર્યું છે. આ લિસ્ટમાં Doraemonનું પણ નામ છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણની સાથે ઉચ્ચ શિક્ષણ પણ પાતાળમાં જઇ રહ્યું છે. આગામી દિવસોમાં, અહીં કોલેજોમાં એવા વિદ્યાર્થીઓના નામ ટોચ પર છે, જે ફક્ત કોલેજમાં જ નથી, પરંતુ તેમના નામ એક સેલિબ્રિટી સાથે મેળ ખાતા હોય છે. અહીંની કેટલીક કોલેજોમાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે બાળકોના પ્રિય કાર્ટૂન કેરેક્ટર Shin Chanએ કોલેજમાં ટોપ કર્યું છે. આ લિસ્ટમાં Doraemonનું પણ નામ છે.
આ પણ વાંચો:- Rahul Gandhiનો આરોપ, 'મોદી સરકાર ભારતના ભવિષ્ય જોખમમાં મુકી રહી છે'
સિલિગુડી કોલેજનો કેસ
મળતી માહિતી મુજબ, Shin Chanએ બીએસસી (ઓનર્સ)માં ટોપ કર્યું છે. મામલો ઉત્તર પશ્ચિમ બંગાળ (West bengal)ની સિલિગુડી કોલેજનો છે. કોલેજ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર્ટૂન કેરેક્ટર Shin Chanનું નામ બીએસસી (ઓનર્સ) મેરિટ લિસ્ટમાં ટોપ પર છે. તેની સાથે Doraemonનું નામ પણ હતું. તેમણે આ ઘટનાને કોઈનું તોફાન ગણાવ્યું છે.
આ પણ વાંચો:- Facebookની ટીમ કરે છે ભેદભાવ, PMને આપે છે ગાળો... સરકારનો ઝુકરબર્ગને પત્ર
કોલેજે નોંધાવી પોલીસ ફરિયાદ
અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારના તોફાન સામે આવ્યા બાદ કોલેજે તાત્કાલીક મેરિટ લિસ્ટને રિવાઈઝ કર્યુ અને તેમાંથી તે નામ હટાવ્યું. સાથે જ આ તાફોન માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે, કોલેજે એક એજન્સીને ઓનલાઇન આવેદન દરમિયાન કેન્ડિડેટ તરફથી આપવામાં આવેલી જાણકારીના આધાર પર મેરિટ યાદી તૈયાર કરવાની પ્રક્રિયા માટે આઉટસોર્સ કર્યું હતું.
આ પણ વાંચો:- ભારતની આ છે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ, જેણે ચીનના 500 સૈનિકોને ભગાડ્યા
તોફાની તત્વો સતત કરી રહ્યાં આ પ્રવૃત્તિ
પંશ્ચિમ બંગાળમાં આ પ્રથમ કેસ નથી. આ પહેલા પણ કેટલીક કોલેજોમાં સિંગર નેહા કક્કડ, સની લિયોની, મિયાં ખલીફા ઓન પોર્ન સ્ટારના નામ મેરિટ લિસ્ટમાં આવ્યા છે. કોરોનાના કારણે આ વર્ષે પશ્ચિમ બંગાળ સરકારની જાહેરાત કરી હતી કે આ વર્ષ સ્નાતક પાઠ્યક્રમોમાં એડમિશન સંપૂર્ણ રીતે ઓનલાઇન પ્રક્રિયાથી કરવામાં આવશે. પરંતુ ત્યારબાદથી કેટલાક તોફાની તત્વો આ પ્રકારની પ્રવૃતિ કરવામાં લાગી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર