લગ્ન પછી ભાગતા-ભાગતા એક્ઝામ આપવા પહોંચ્યા વરરાજા, બહાર ગાડીમાં દુલ્હન જોતી રહી રાહ
Groom in Exam Hall: ધર્મનગરી હરિદ્વારમાં એક દિલચશ્પ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વરરાજા એલએલબીનું પેપર આપવા વિદાય પછી સીધા કોલેજ પહોંચ્યા અને તેમની નવવધૂ ...
Groom in Exam Hall: ધર્મનગરી હરિદ્વારમાં એક દિલચશ્પ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વરરાજા એલએલબીનું પેપર આપવા વિદાય પછી સીધા કોલેજ પહોંચ્યા અને તેમની નવવધૂ બહાર ગાડીમાં રાહ જોતી રહી. પરીક્ષા પૂરી થયા પછી વરરાજા બહાર આવ્યા તો દુલ્હનના ચહેરા પર એક અલગ પ્રકારની ખુશી જોવા મળી. કેમ કે તેના પતિએ નવા જીવનની સાથે જ પોતાના ભવિષ્યની ચિંતા કરતાં એલએલબીનું પેપર આપ્યું,. હરિદ્વાર શ્યામપુર કાંગડી ગાજીવાલાના રહેવાસી તુલસી પ્રસાદના હરિયાણાના હિસારમાં લગ્ન થયા. એલએલબીનું પેપર હોવાના કારણે વરરાજા વિદાય પછી ઘરે ન જઈને સીધા એલએલબીનું પેપર આપવા કોલેજ પહોંચ્યા.
આ પણ વાંચો :
Top 5 University of India: આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થશો તો મળશે ગાડીઓને બંગલા!
હવે ગાયના છાણથી ચમકશે તમારા ઘર અને ઓફિસની લાઈટો! ગ્લોબલ બન્યુ ગાયનું ગોબર
લગ્નમાં વિદાય પછી સીધી પરીક્ષા આપવા પહોંચ્યો વરરાજા:
તુલસી પ્રસાદે કહ્યું કે હિસારમાં મારા લગ્ન થયા, પરંતુ બીજા દિવસે એલએલબીનું પેપર હતું. જો હું સીધો ઘરે આવી જાત તો મને મોડું થાત. આથી હું પેપર આપવા સીધો કોલેજ ગયો. લગ્નના રીત-રિવાજ હવે ઘરે જઈને પૂરા કરવામાં આવશે. તુલસી પ્રસાદે વધુમાં કહ્યું કે લગ્નના પોશાકમાં પેપર આપવા પર થોડું વિચિત્ર લાગ્યું. પરંતુ પેપર આપવું જરૂરી હતું. પૂર્ણાનંદ તિવારી લો કોલેજના પ્રિન્સિપાલ અશોક કુમાર તિવારીએ કહ્યું કે લગ્નના પોશાકમાં જે વિદ્યાર્થીએ પેપર આપ્યું, તેનું એલએલબીના 5મા સેમેસ્ટરનું પેપર હતું. જો તેના દ્વારા પેપર છોડી દેવામાં આવત તો તેનું એક વર્ષ ખરાબ થઈ જાત. આથી તેના દ્વારા લગ્નના કપડામાં પેપર આપવાની પરમિશન માગવામાં આવી હતી.
આ પણ વાંચો :
ગુજરાતનું આ સ્થળ છે એકદમ ડરામણું, અહીં છે 'ભૂતોનો વાસ', સંભળાય છે ચિત્ર વિચિત્ર અવાજ
તમારી પાસે 10 રૂપિયાની આ નોટ છે? ફટાફટ કરો ચેક...એક જ ઝટકે બની જશો અમીર!
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ:
પ્રિન્સિપાલે આગળ કહ્યું કે લગ્ન પછી તુલસી પ્રસાદ ઘરે ન જતાં સીધો પરીક્ષા આપવા કોલેજ પહોંચ્યો. તેના દ્વારા પોતાના નવા જીવનની શરૂઆતની સાથે જ પોતાની પ્રાથમિકતા પહેલા પેપરને આપવામાં આવી. આ ઘણી સારી વાત છે. તેની સાથે તેમની દુલ્હન પણ આવી હતી અને ગાડીમાં પોતાના પતિની રાહ જોતી રહી હતી. તુલસી પ્રસાદના આ પગલાંના વખાણ થઈ રહ્યા છે. બધા લોકો દ્વારા તેને નવા જીવનની શુભેચ્છા આપવામાં આવી રહી છે.