પુણે: ગત દિવસોમાં ભાજપના નેતાઓને મીડિયા સાથે ઓછી વાતચીત કરવાની સલાહ આપનારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ વખતે પોતે આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ કે જે ભાજપના ગઢ ગણાતા હતાં તેમાં હાર ઉપર પોતાનો મત રજુ કર્યો છે. ભાજપના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા નીતિન ગડકરીએ કહ્યું કે પાર્ટીના નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ. ત્રણ હિંદી ભાષી રાજ્યોમાં ભાજપની હાર બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે કહ્યું કે નેતૃત્વએ હાર અને નિષ્ફળતાઓની પણ જવાબદારી લેવી જોઈએ. સ્પષ્ટ મત આપવા માટે ચર્ચિત ભાજપના નેતાએ કહ્યું કે સફળતાની જેમ કોઈ પણ નિષ્ફળતાની જવાબદારી લેવા માંગતુ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગડકરીએ કહ્યું કે સફળતાના અનેક દાવેદાર હોય છે. પરંતુ નિષ્ફળતામાં કોઈ સાથે હોતુ નથી. સફળતાનો શ્રેય લેવા માટે લોકોમાં હોડ જામેલી હોય છે પરંતુ નિષ્ફળતાને કોઈ સ્વીકાર કરવા માંગતું નથી. બધા એકબીજા તરફ આંગળી ચિંધે છે. અત્રે જણાવવાનું કે પુણે શહેર સહકારી બેંક એસોસિએશન લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નીતિન ગડકરી પોતાનો મત રજુ કરી રહ્યાં હતાં. 


નીતિન ગડકરીએ આ અગાઉ બુધવારે 2019ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના પ્રસ્તાવિત મહાગઠબંધનની હાંસી ઉડાવતા કહ્યું હતું કે આ નબળાઓની એકજૂથતા છે અને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે. ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે 1971માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સામૂહિક વિપક્ષનો સામનો કરીને પણ જીત હાસલ કરી હતી. 


તેમણે કહ્યું હતું કે મહાગઠબંધન તે એવા લોકોનું ગઠબંધન છે જે એનીમિક, કમજોર અને હારેલા લોકોનું છે. આ એવા લોકો છે જેમણે ક્યારેય એકબીજાને નમસ્કાર કર્યા નથી. એક બીજાને જોઈને ક્યારેય હસ્યા નથી કે એકબીજા સાથે ચા સુદ્ધા પીધી નથી. ભાજપના નેતાએ કહ્યું કે શ્રેય ભાજપ અને મોદીને જાય છે કે આ પાર્ટીઓ હવે મિત્ર બની છે. તેમણે કહ્યું કે સપા નેતા મુલાયમ સિંહ યાદવ અને બસપા અધ્યક્ષ માયાવતી કટ્ટર વિરોધી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...