નવી દિલ્હી : UNHRC ની બેઠક બાદ  પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશી (Shah Mehmood Qureshi) એ J&K ભારતનું અભિન્ન અંગ હોવાની કબુલાત કરી છે. અત્યાર સુધી પાકિસ્તાન જમ્મુ કાશ્મીરને ભારતનું અધિકૃત કાશ્મીર ગણાવતું હતું. જો કે કાશ્મીર મુદ્દે સમગ્ર વિશ્વ સમક્ષ ભોઠુ પડી ચુકેલું પાકિસ્તાન હજી પણ પોતાની હરકતો ચાલુ રાખી છે. મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં જમ્મુ કાશ્મીરનાં મુદ્દે ભારતની વિરુદ્ધ 15 મિનિટ 49 સેકન્ડ સુધી માત્ર અસત્ય બોલ્યા હતા. માત્ર એટલું જ નહી કાશ્મીર પર 115 પેજનાં ખોટા રિપોર્ટ રજુ કર્યા. આ રિપોર્ટમાં રાહુલ ગાંધી, મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાનાં નિવેદનોનો પણ ઉલ્લેખ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ
જેનેવામાં આયોજીત પરિષદનાં 42માં સત્રમાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કહ્યું કે, ભારતે કાશ્મીર પર બિનકાયદેસર કબ્જો કરેલો છે. ત્યાં માનવાધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાશ્મીરમાં જેલ બનાવીને રાખવામાં આવ્યા છે. એટલે સુધી કે ઇમરજન્સી મેડિકલ સુવિધાઓ પણ પ્રદાન કરવામાં નથી આવી રહી. તેમણે અનેક વિદેશી મીડિયા અહેવાલોને પણ ટાંક્યા હતા. તેમણે કહ્યું કે, આ કારણોથી કાશ્મીરનો મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો નથી પરંતુ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. 


ચીન-પાકે. સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અંગે ચિંતા વ્યક્ત કરી: ભારતે ઝાટકણી કાઢી
UNHRC માં જુઠ્ઠાણાનો ભારો લઇ પહોંચ્યા પાક. વિદેશ મંત્રી: હવે ભારત આપશે જવાબ
પાકિસ્તાને અસત્ય માહિતીઓની આખો ભારો બનાવ્યો છે, તેમાં જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં ભારતનાં દમનની વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે કાશ્મીરમાં હત્યાઓ, સર્ચ ઓપરેશન, ઇમરજન્સીનાં નિયમો સામાન્ય વાત છે. તેનું એવું પણ કહેવું છે કે ભારત સરકાર, મીડિયા, એનજીઓ અને પોતાના થિંકટેક ઉપયોગથી પાકિસ્તાન વિરોધી ભાવનાઓ ભડકાવી રહ્યું છે. તેનું એવું પણ કહેવું છે કે છે કે ભારત- પાકિસ્તાનનાં દ્વિપક્ષીય સંબંધોની રાહમાં કાશ્મીર મુદ્દો સૌથી મોટી સમસ્યા છે. પાકિસ્તાનનાં પક્ષ મુક્યા બાદ આજે સાંજે જ ભારત પોતાનો જવાબ રજુ કરશે. ભારત તરફથી વરિષ્ઠ રાજદ્વારી અજય બિસારીયા ભારત તરફથી હાજર થશે.