ચીન-પાકે. સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અંગે ચિંતા વ્યક્ત કરી: ભારતે ઝાટકણી કાઢી
ગત અઠવાડીયે આવેલા સંયુક્ત નિવેદનમાં બંન્ને પક્ષોએ જમ્મુ કાશ્મીરની સ્થિતી અંગે વિચારોના આદાનપ્રદાનની વાત કરી હતી
Trending Photos
નવી દિલ્હી : ભારત (India) એ મંગળવારે ચીનના (China) વિદેશ મંત્રી વાંગ યી ની યાત્રા દરમિયાન ચીન અને પાકિસ્તાન (Pakistan) ના સંયુક્ત નિવેદનમાં જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) નો ઉલ્લેખ કરવા મુદ્દે બંન્નેની ઝાટકણી કાઢી હતી. આ ઉપરાંત માળખાગત સુવિધા ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર અંગે પોતાની ચિંતાને પણ ઉઠાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ચીન-પાકિસ્તાનનાં નિવેદનમાં જમ્મુ કાશ્મીરના સંદર્ભને ફગાવતા કહ્યું કે, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.
UNHRC માં જુઠ્ઠાણાનો ભારો લઇ પહોંચ્યા પાક. વિદેશ મંત્રી: હવે ભારત આપશે જવાબ
ગત્ત અઠવાડીયે બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, બંન્ને પક્ષોએ જમ્મુ અને કાશ્મીરની સ્થિતી અંગેવિચારનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. પાકિસ્તાન પક્ષે પોતાની ચિંતાઓ, સ્થિતી અને તત્કાલ માનવીય મુદ્દાઓ સહિત સ્થિતી પર ચીની પક્ષને માહિતી આપી. બીજી તરફ ચીને કોઇ પણ એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કર્યો, જે સ્થિતીને જટીલ બનાવે છે.
ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર અંગે ISRO એ કહી મહત્વપૂર્ણ વાત, જાણો
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને ચીન બંન્ને નવી દિલ્હી દ્વારા ગત્ત 5 ઓગષ્ટે કાશ્મીર મુદ્દે કરવામાં આવેલા નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરનાં મુદ્દાને મહત્વની રીતે ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તરફ નવી દિલ્હીએ ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર યોજના પર ચીન અને પાકિસ્તાન બંન્ને માટે પોતાની ચિંતા વ્યક્ત કરી.
બલદેવ કુમારને રાજકીય શરણ આપવા પર વિચાર કરી રહી છે ભારત સરકાર: સૂત્ર
અત્રે ઉલ્લેખનીય છે કે, CPEC પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીર (PoK) માંથી થઇને પસાર થાય છે, જે એક એવું ક્ષેત્ર છે જે 1947થી પાકિસ્તાનનાં કબ્જામાં છે. ભારતે સીપીઇસીનાં કારણે ચીનનો વન બેલ્ડ વન રોડ ઇનિશએટિવનો બહિષ્કાર કર્યો છે.આ પ્રોજેક્ટ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ વિવાદિત પીઓકેમાંથી પસાર થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે