UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટને પણ કર્યું સમર્થન
India UNSC Seat: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્ય તરીકે ભારતના સમાવેશની વધતી માંગના સમર્થનમાં ઘણા પ્રભાવશાળી દેશો આગળ આવ્યા છે. અમેરિકા અને ફ્રાન્સ બાદ હવે બ્રિટને પણ ભારતની માંગને સમર્થન આપ્યું છે.
નવી દિલ્હીઃ UNSCની સ્થાયી સભ્યતા અંગે ભારત માટે બુધવારે અને ગુરુવારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા... કેમકે અમેરિકા, ફ્રાંસ પછી બ્રિટનના પ્રધાનમંત્રીએ UNGAમાં ખુલીને ભારતનું સમર્થન કર્યુ છે... સાથે જ બીજા કેટલાંક દેશોને પણ સ્થાયી સભ્ય બનાવવામાં આવે તેવી માગણી કરી... ત્યારે કયા દેશોએ ભારતનું સમર્થન કર્યુ?... સ્થાયી સભ્યને શું પાવર મળે છે?... જોઈશું આ રિપોર્ટમાં...
અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવેદન
ભારતને મળે UNSCમાં સ્થાયી સભ્યપદ
ફ્રાંસના રાષ્ટ્રપતિનું સમર્થન
ભારત UNSCમાં સ્થાયી સભ્ય બને
બ્રિટનના પ્રધાનમંત્રીનું નિવેદન
UNSCમાં ભારતને સ્થાયી સભ્ય પદ મળે
આ ત્રણ રાષ્ટ્રીય નેતાઓનું ભારતના સમર્થનમાં નિવેદન દર્શાવે છે કે વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો વધી રહ્યો છે... છેલ્લાં ઘણા સમયથી દુનિયાના અનેક દેશો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યપદ મળે તે માટે સમર્થન આપી ચૂક્યું છે...
બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં સંબોધન કર્યુ... જેમાં તેમણે UNSCમાં સ્થાયી સભ્યપદ માટે ભારતની દાવેદારીનું સમર્થન કર્યુ....
આ ઘટનાક્રમ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોન દ્વારા UNSCના સ્થાયી સભ્ય તરીકે ભારતનો સમાવેશ કરવાની વકીલાતના 1 દિવસ પછી બની છે... બંને દેશના રાષ્ટ્રપતિએ શું કહ્યું તે પણ સંભળાવીશું... પરંતુ તે પહેલાં UNSC વિશે થોડુંક જાણી લઈએ...
UNSC એટલે યુનાઈટેડ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ...
તેમાં 5 સ્થાયી સભ્યો હોય છે...
જ્યારે 10 સભ્યો અસ્થાયી હોય છે....
રશિયા, યૂકે, ચીન, ફ્રાંસ અને USA સ્થાયી સભ્ય છે...
જ્યારે અસ્થાયી સભ્યોને 2 વર્ષ માટે પસંદ કરવામાં આવે છે...
સ્થાયી સભ્યોને કોઈપણ પ્રસ્તાવને વીટો કરવાની શક્તિ હોય છે...
બુધવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોને ભારતને UNSCમાં કાયમી સ્થાન મળે તે માટે વકાલત કરી હતી. હાલમાં ક્વાડ લીડર્સની સમિટ દરમિયાન પણ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રલિયાના નેતાઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું... જેમાં પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વ્યાપક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો...
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ UNSCમાં સુધારા અને ભારતને સ્થાયી સભ્યના રૂપમાં સામેલ કરવા માટે અમેરિકાના સમર્થનની પુષ્ટિ કરી. ભારતને સુરક્ષા પરિષદની સ્થાયી સભ્યતા મળવાથી આખી દુનિયામાં ભારતનો દબદબો વધશે... અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પણ તેનું વર્ચસ્વ વધશે. સ્થાયી સભ્યતાની સાથે ભારતને વીટોનો અધિકાર મળી જશે. વૈશ્વિક મંચ પર ખોટા નિર્ણયનો વિરોધ કરી શકશે. ભારતમાં બીજા દેશોના પ્રાયોજિત આતંકવાદ સામે લડવામાં મદદ મળશે. બહારના સુરક્ષા ખતરાથી ભારત સરળતાથી મુકાબલો કરી શકશે.
પરંતુ ભારતના માર્ગમાં સૌથી મોટી અડચણ ચીન છે... જો ચીનની સહમતિ મળી જશે તો પછી ભારતને દુનિયાનો કોઈપણ દેશ રોકી શકશે નહીં....