IB એલર્ટ: પશ્ચિમ બંગાળ બાદ હવે કારગિલમાં પગ પેસારો કરી રહ્યાં છે રોહિંગ્યા
કેન્દ્રીય ગુપ્તચર એજન્સી આઈબીના એક રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરના કારગિલમાં રોહિંગ્યાઓ હોવાની જાણકારી મળી છે.
નવી દિલ્હી: કેન્દ્રીય ગુપ્તચર એજન્સી આઈબીના એક રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરના કારગિલમાં રોહિંગ્યાઓ હોવાની જાણકારી મળી છે. રિપોર્ટ મુજબ લગભગ 53 રોહિંગ્યા હોવાની માહિતી છે. આ લોકો કારગિલમાં વસવાટ કરી રહ્યાં છે. રાજ્યમાં લાઈન ઓફ કંટ્રોલની નજીક પડતો કારગિલ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ સંવેદનશીલ છે. ભારતીય સેના પાકિસ્તાન તરફથી થનારી કોઈ પણ નાપાક હરકત માટે જવાબી કાર્યવાહી કરવા તૈયાર હોય છે. આવામાં જ્યારથી વિસ્તારમાં રોહિંગ્યાઓ હોવાની જાણ થઈ છે ત્યારથી સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યાં મુજબ, કારગિલમાં કુલ 53 રોહિંગ્યાઓ હોવાની માહિતી મળી છે. આ લોકો કારગિલમાં વસવાટ કરે છે. જો કે તેમાંથી અનેક લોકો રસ્તાના નિર્માણ કાર્યમાં મજૂર તરીકે કામ કરે છે. પરંતુ તેમની મૂવમેન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
VIDEO: હવે મમતા બેનરજીએ યુવાઓને આપી સલાહ, ચા-ભજીયા વેચીને કમાણી કરો
ઈસ્લામિક સંગઠન રોહિંગ્યા માટે ફંડ ભેગુ કરી રહ્યાં છે
થોડા દિવસો પહેલા પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં મોટી સંખ્યામાં રોહિંગ્યાઓ હોવાની જાણકારી સામે આવી હતી. રિપોર્ટ મુજબ 24 પરગણા જિલ્લામાં મોટી સંખ્યામાં રોહિંગ્યાઓને વસાવવાની તૈયારી થઈ રહી છે. Zee Newsએ એક અહેવાલ દર્શાવ્યો હતો કે 24 પરગણામાં 29 રોહિંગ્યાઓને વસાવવામાં આવ્યાં છે પરંતુ હવે આ સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. અનેક એવા ગ્રુપની પણ માહિતી મેળવવામાં આવી છે, જે બાંગ્લાદેશમાં રહેતા રોહિંગ્યાઓને પશ્ચિમ બંગાળમાં ઘૂસાડવાનું કાવતરું રચી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ અનેક એવા ઈસ્લામિક સંગઠનની પણ જાણકારી મળી છે, જે દેશભરમાં રોરિંગ્યા માટે ફંડ ભેગુ કરી રહ્યાં છે અને બંગાળના કેટલાક વિસ્તારોમાં તેમના માટે કાચા અને પાકા ઘર બનાવવામાં આવી રહ્યાં છે.
વહુએ સાસુને સજાવીને એકદમ દુલ્હનની જેમ કરી તૈયાર, પછી જે થયું... લોકો જોતા રહી ગયાં
રોહિંગ્યાઓને વસાવવા માટે થઈ રહી છે ગુપ્ત બેઠકો
રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ, જમ્મુ અને કાશ્મીર, હૈદરાબાદ સહિત દેશના બીજા રાજ્યોમાં રહેતા રોહિંગ્યા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ 24 પરગણામાં આવીને રહે. રોહિંગ્યાઓને વસાવવા માટે આ 40 સંગઠનોએ છેલ્લા કેટલાક દિવસોમાં દેશના જ અલગ અલગ ભાગોમાં લગભગ 50થી વધુ બેઠકો કરી છે.
કોંગ્રેસ નેતા થરૂરે કેન્દ્રીય મંત્રીને નોટિસ ફટકારી, ચેતવણી આપતા કહ્યું-48 કલાકમાં માફી માંગો
ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા ખાનગી રિપોર્ટ મુજબ 29 રોહિંગ્યાઓએ 24 પરગણા જિલ્લાના આ વિસ્તારોમાં રહેવાનું શરૂ કરી દીધુ છે. રોહિંગ્યાઓને વસાવવા માટે હજારોની સંખ્યામાં નવા ઘરો બનાવવાની શરૂઆત કરાઈ છે. રોહિંગ્યાઓની મદદ માટે આ સંગઠનોએ ગામમાં રહેતા લોકોને કહ્યું છે કે તેઓ પોતાની જમીન રોહિંગ્યાને દાન કરે, જેથી કરીને તેમનું પુર્નવસન કરાવી શકાય.
દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...