સુપ્રીમ કોર્ટ તિરસ્કારઃ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલી વધી, એટોર્ની જનરલ વેણુગોપાલે કેસ દાખલ કરવા સહમતિ આપી
કુણાલ કામરાના આ ટ્વીટને કોર્ટનો તિરસ્કાર માનવામાં આવી રહ્યાં છે. લેટરમાં ફ્રીડમ ઓફ સ્પીચ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. બોલવાનો અધિકાર છે પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતનો તિરસ્કાર કરવાનો અધિકાર નથી.
નવી દિલ્હીઃ કોમેડિયન કુણાલ કામરા એકવાર ફરી વિવાદોમાં ફસાયો છે. દેશના એટોર્ની જનરલ વેણુગોપાલે પણ પત્ર લખીને કાર્યવાહીની માગ કરી છે. તેમણે લખ્યું કે, ફ્રીડમ ઓફ સ્પીચનો અર્થ દેશની સર્વોચ્ચ અદાલતની ગરિમાને ઠેસ પહોંચાડવાનો નથી. વેણુગોપાલે કહ્યુ, 'લોકો સમજે છે કે કોર્ટ વિશે કંઈ પણ કહી શકે છે. મેં ટ્વીટ જોયું. ગુનાહિત તિરસ્કારનો મામલો બને છે.'
અર્નબ ગોસ્વામીના જામીન મામલામાં વકીલ રિઝવાન સિદ્દીકીએ દેશના એટોર્ની જનરલને અરજી પત્ર લખીને સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ ન્યાયાલના તિરસ્કારની ગુનાહિત કાર્યવાહી શરૂ કરવાની માગ કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube