નવી દિલ્હીઃ Agni 5 Ballistic Missile: ભારતે પોતાની સૌથી ખતરનાક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા સૂત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતે આજે સફળતાપૂર્વક અગ્નિ-5 પરમાણુ-સક્ષમ અંતરમહાદ્રીપીય બૈલિસ્ટિક મિસાઇલ  (ICBM) નું નાઇટ ટ્રાયલ કર્યું, જે 5000 કિલોમીટરથી વધુના લક્ષ્યને ભેદી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપથી પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણમાં ડમી વોર-હેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણને નવી તકનીકો અને ઉપકરણો સાથે આપવામાં આવ્યું હતું. આ મિસાઇલ પહેલાથી હલકી છે. તેની સાથે આ પણ માહિતી આપવામાં આવી છે કે આ પરીક્ષણને જરૂર પડવા પર અગ્નિ-5 મિસાઇલની શ્રેણીની ક્ષમતા વધારવી છે. ભારત આ મિસાઇલના સફળ પરીક્ષણ પછી ચાઇના ચિંતામાં આવી શકે છે.


ડીઆરડીઓએ વિકસિત કરી મિસાઇલ
અગ્નિ-5 ને સ્વદેશી સંરક્ષણ ક્ષેત્રની દિગ્ગજ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષણ પહેલા સત્તાવાળાઓએ એક સૂચના જારી કરી હતી અને બંગાળની ખાડીને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને આપી મહત્વી 3 સલાહ


ભારત લાંબા સમયથી અગ્નિ-5 પરીક્ષણની યોજના બનાવી રહ્યું છે, કારણ કે આ ભારતમાં વિકસિત મધ્યમ અને લાંબા અંતરની પરમાણુ-સક્ષમ બૈલિસ્ટિક મિસાઇલોની સિરીઝની પાંચમી મિસાઇલ હશે. મિસાઇલનું પહેલીવાર પરીક્ષણ વર્ષ 2012માં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પરીક્ષણ વર્ષ 2013, વર્ષ 2015, વર્ષ 2016, વર્ષ 2016 અને વર્ષ 2018 અને વર્ષ 2021માં કરવામાં આવ્યું હતું. આ મિસાઇલને સબમરીનથી પણ લોન્ચ કરી શકાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube