Bharat Jodo Yatra: મહાત્મા ગાંધી, નેહરૂ, પટેલ અને ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને આપી 3 સલાહ

Rahul Gandhi: ભારત જોડો યાત્રા દરમિયાન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની તુલના મહાત્મા ગાંધી સાથે ન કરવાની ચેતવણી આપી છે. 

Bharat Jodo Yatra: મહાત્મા ગાંધી, નેહરૂ, પટેલ અને ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને આપી 3 સલાહ

જયપુરઃ Bharat Jodo Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભારત જોડો યાત્રા દરમિયાન સવાઈ માધોપુરમાં તેમની તુલના મહાત્મા ગાંધી સાથે (Mahatma gandhi) કરવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને ચેતવણી આપતા કહ્યું કે તેમની તુલના કોઈ અન્ય મહાન નેતાઓ સાથે ન કરવી જોઈએ. તેમણે પાર્ટી નેતાઓને આ મામલામાં ત્રણ સૂચન આપ્યા છે.

રાહુલ ગાંધીએ પહેલી સલાહ આપતા કહ્યું- 'મારૂ નામ ગાંધી જી સાથે ન લો. ડોટાસરાજી (ગોવિંદ સિંહ ડોટાસરા) એ મારી તુલના મહાત્મા ગાંધી સાથે કરી છે. બાપુ નેક વ્યક્તિ હતા અને તેમણે સ્વતંત્રતા આંદોલન માટે પોતાનું જીવન કુરબાન કરી દીધુ. તેઓ 10-12 વર્ષ જેલમાં રહ્યા, તેમનું પદ કોઈપણ ન લઈ શકે અને તેમની તુલના કોઈ વ્યક્તિ સાથે ન કરવી જોઈએ. તેમની સાથે  મારૂ નામ લઈ શકાય નહીં.'

— Rahul Gandhi (@RahulGandhi) December 15, 2022

શું છે રાહુલ ગાંધીની બીજી સલાહ?
રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને બીજી સલાહ આપતા કહ્યુ કે હું બીજી વાત જે કહેવા ઈચ્છુ છું તે થોડી કઠીન છે. તેમણે કહ્યું કે આ દેશ માટે રાજીવ ગાંધીએ જે કર્યું, ઈન્દિરા ગાંધીએ જે કર્યું, સરદાર પટેલે જે કર્યું, ગાંધીજીએ જે કર્યું, જવાહરલાલ નેહરૂએ જે કર્યું તેનો ઉલ્લેખ દરેક મીટિંગ કે સભામાં ન કરવો જોઈએ. 

શું છે રાહુલ ગાંધીની ત્રીજી સલાહ?
રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને ત્રીજી સલાહ આપતા કહ્યું કે, તેમણે જે કરવાનું હતું, તે કરી દીધુ. પરંતુ આપણે તે જણાવવું જોઈએ કે આપણે જનતા માટે શું કરવા જઈ રહ્યાં છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news