Agniveer Recruitment: કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જે હેઠળ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ 2022થી શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટિફિકેશનમાં અપાઈ આ વિગતો
બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં યોગ્યતા શરતો, ભરતી પ્રક્રિયા, વેતન અને ભથ્થાથી લઈને સેવાના નિયમો અંગેની વિગતો છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે joinindianarmy.nic.in પર જવું પડશે. નોટિફિકેશન મુજબ 8મું અને 10મું ધોરણ પાસ યુવા પણ તે માટે અરજી કરી શકે છે. યોજના હેઠળ અગ્નિવીરોની ચાર વર્ષ માટે ભરતી થશે. તેમને પેન્શન કે ગ્રેજ્યુઈટી મળશે નહીં. અગ્નિવીરોને પહેલા વર્ષે 30 હજાર રૂપિયા, બીજા વર્ષે 33 હજાર રૂપિયા માસિક, ત્રીજા વર્ષે 36,500 રૂપિયા માસિક અને ચોથા વર્ષે 40 હજાર રૂપિયા માસિક પગાર મળશે. આ પેકેજમાંથી 30 ટકા દર મહિને અલગ જમા કરવામાં આવશે. આટલા જ પૈસા સરકાર પોતાના તરફથી જમા કરશે. 


ચાર વર્ષની સેવા પૂરી થયા બાદ સેવા નિધિ તરીકે લગભગ 12 લાખ રૂપિયા દરેક અગ્નિવીરને મળશે. સેવા નિધિ પર આવકવેરા કર લાગશે નહીં. અગ્નિવીરોને વર્ષમાં 30 રજાઓ મળશે. રેગ્યુલર કેડેટ અંગે નોટિફિકેશનમાં કહેવાયું છે કે ચાર વર્ષ બાદ પસંદગી પામેલા અગ્નિવીરને આગામી 15 વર્ષ માટે સેનામાં સામેલ કરાશે. આર્મીમાં પણ અગ્નિવીરોને વર્ષમાં 30 રજાઓ મળશે. અગ્નિવીરોને કોઈ મોંઘવારી ભથ્થું કે મિલેટ્રી સર્વિસ પે મળશે નહીં. 


Captain Monica Khanna: ખુબ જ કપરી પરિસ્થિતિમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવીને 185 મુસાફરોના જીવ બચાવ્યા


આ છે દુનિયાનો એવો 'અનોખો' આશ્રમ, જ્યાં પત્ની પીડિત પતિઓ ઠાલવે છે પોતાની વ્યથા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube