Bharat Bandh: સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને દેશભરમાં હંગામો ચાલુ છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની આ નવી યોજના સામે બિહારમાં સૌથી વધુ વિરોધ જોવા મળ્યો છે. કેટલાક સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત પણ કરી છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે પણ ભારત બંધનું સમર્થન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં 348 ટ્રેનો રદ્દ
વિરોધને પગલે રેલવે સ્ટેશનો પર કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. પ્રદર્શનના કારણે આજે 539 ટ્રેનો પ્રભાવિત છે. જ્યારે 348 ટ્રેનો રદ કરાઈ છે. જેના કારણે અલગ અલગ સ્ટેશનો પર હજારો મુસાફરો ફસાયેલા છે. 


યુથ કોંગ્રેસે તિલક બ્રિજ સ્ટેશન પર ટ્રેન રોકી
અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા યૂથ કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીના તિલક બ્રિજ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી. જો કે ફોર્સે તેમને તરત હટાવી દીધા અને ટ્રેનોની અવરજવર ફરી શરૂ કરી. 


દિલ્હીમાં ભારે ટ્રાફિક જામ
અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે અનેક સંગઠનોએ ભારત બંધનું એલાન જાહેર  કરેલું છે. જેને જોતા અનેક રાજ્યોની પોલીસ અલર્ટ મોડ પર છે. અગ્નિપથયોજના અંગે દિલ્હીમાં આજે થનારા પ્રદર્શનોને જોતા પોલીસે અલર્ટ જાહેર કરેલું છે. લોકોને અપીલ કરી છે કે તેઓ દિલ્હીના કેટલાક રસ્તાઓ પર જાય નહીં. જેમાં મોતીલાલ નહેરુ માર્ગ, અકબર રોડ, માનસિંહ રોડ, તુગલક રોડ સામેલ છે. પોલીસે સવારે 8થી 12 વાગ્યા સુધી ન જવાની સલાહ આપી છે. જો કે અગ્નિપથ વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનોને પગલે ટ્રાફિક જામ થયાના અહેવાલો આવી રહ્યા છે. જેમાં નોઈડાથી દિલ્હીને જોડતા રસ્તા પર ટ્રાફિક જામ છે. નોઈડા એક્સપ્રેસ વે પર મહામાયા પુલથી લઈને નોઈડા ગેટ સુધી લગભગ 2 કિમી સુધી લાંબો ટ્રાફિક જામ છે. આ બાજુ દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર ઉપર પણ ટ્રાફિકની સ્થિતિ ખરાબ છે. દિલ્હી તરફ જઈ રહેલી ગાડીઓનું કડકાઈથી ચેકિંગ થઈ રહ્યું છે જેને પગલે ટ્રાફિક જામ છે. 


Agnipath Scheme: આર્મી અને એરફોર્સમાં ભરતી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે તે અંગે અત્યંત મહત્વના સમાચાર


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube