Agnipath Scheme: આર્મી અને એરફોર્સમાં ભરતી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે તે અંગે અત્યંત મહત્વના સમાચાર

સેનામાં ભરતી યોજના અગ્નિપથ વિશે દેશના અનેક રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે એક મહત્વના સમાચાર આવ્યા છે.

Agnipath Scheme: આર્મી અને એરફોર્સમાં ભરતી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે તે અંગે અત્યંત મહત્વના સમાચાર

નવી દિલ્હી: સેનામાં ભરતી યોજના અગ્નિપથ વિશે દેશના અનેક રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે એક મહત્વના સમાચાર આવ્યા છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે આગામી શુક્રવાર એટલે કે 24 જૂનથી વાયુસેના માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે. સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ પણ કહ્યું છે કે જલદી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 2022માં અગ્નિપથ યોજના હેઠળ ઉંમર મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાનો સરકારનો નિર્ણય જે ફોર્સમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ કોરોનાના કારણે બે વર્ષ સુધી મેળ ન પડ્યો તેમને અવસર પ્રદાન કરશે. 

— ANI (@ANI) June 17, 2022

સેના ભરતી માટે બે દિવસની અંદર નોટિફિકેશન બહાર પડશે
જનરલ પાંડેએ કહ્યું કે સેનામાં ભરતી માટે આ વર્ષે ઉંમરમાં છૂટ આપવાનો સરકારનો નિર્ણય મળી ગયો છે અને જલદી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાશે. બે દિવસની અંદર નોટિફિકેશન http://joinindianarmy.nic.in પર બહાર પાડવામાં આવશે. સેનાધ્યક્ષે યુવાઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે સામેલ થવાની તકનો લાભ ઉઠાવવાનું આહ્વાન પણ કર્યું. તેમણે એક નિવેદનમાં કહ્યું કે ઉમર મર્યાદામાં વધારાનો નિર્ણય આપણા અનેક યુવા, ઉર્જાવાન અને દેશભક્ત યુવકો માટે એક તક પ્રદાન કરશે. જે કોવિડ-19 છતાં ભરતી રેલીઓમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા હતા. જનરલ પાંડેએ કહ્યું કે ભરતી પ્રક્રિયાની જલદી જાહેરાત કરવામાં આવશે. અમે યુવાઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે સામેલ થવાની આ તકનો લાભ ઉઠાવવાનું આહ્વાન કરીએ છીએ. 

— ANI (@ANI) June 17, 2022

આ વર્ષે ભરતી માટે ઉંમર મર્યાદા 21થી વધારી 23 કરાઈ
સરકારે આ યોજના હેઠળ ભરતીમાં ઉમેદવારોની ઉંમર મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી છે. જો કે સરકારે આ ઉંમર મર્યાદા ફક્ત આ વર્ષ માટે જ વધારી છે. સરકારે આ યોજના હેઠળ ભરતી માટે ઉંમર મર્યાદા સાડા સત્તર વર્ષથી લઈને 21 વર્ષ સુધી નક્કી કરેલી છે. અત્રે જણાવવાનું કે છેલ્લા બે વર્ષથી સેનામાં ભરતી થઈ રહી નહતી. આથી સરકારે સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા 23 વર્ષ સુધીના યુવાઓને અગ્નિપથ યોજના હેઠળ આ તક આપી છે. 

— ANI (@ANI) June 17, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news