Taj Mahal Controversy: આખરે તાજ મહેલના તે 22 રૂમનું શું છે રહસ્ય? જાણો શું છે આ વિવાદ
તાજમહેલ જેટલો દેખાવમાં સુંદર છે એટલો જ તેના વિશે વિવાદ પણ છે. 1966માં બાદશાહ શાહજહાં મૃત્યુ પામ્યા પરંતુ વિવાદ હજુ પણ જીવિત છે. તાજમહેલ વિશે વચ્ચે વચ્ચે એવી વાતો ઉઠતી રહી કે તે હકીકતમાં તેજોમહાલય છે અને હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે.
India News: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વિવાદ વચ્ચે હવે નવા વિવાદનો ફણગો ફૂટ્યો છે. જે છે આગ્રાનો તાજમહેલ. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચ પાસે તાજમહેલ વિશે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે તેના 22 રૂમ ખોલવામાં જોઈએ. જેથી કરીને તેમાં કોઈ દેવી દેવતાની મૂર્તિઓ કે શિલાલેખ છે કે નહીં તે ખબર પડી શકે.
આગ્રાનો તાજમહેલ ફારસી, ઈસ્લામી અને ભારતીય વાસ્તુકળાની અનોખી શૈલીખી બનેલો છે જે પ્રેમની નિશાની કહેવાય છે. એવો દાવો કરાય છે કે મુઘલ બાદશાહ શાહજહાંએ પત્ની મુમતાઝની યાદમાં યમુનાના કિનારે સફેદ સંગેમરમરનો તાજમહેલ બનાવડાવ્યો હતો. આ તાજમહેલ જેટલો દેખાવમાં સુંદર છે એટલો જ તેના વિશે વિવાદ પણ છે. 1966માં બાદશાહ શાહજહાં મૃત્યુ પામ્યા પરંતુ વિવાદ હજુ પણ જીવિત છે. તાજમહેલ વિશે વચ્ચે વચ્ચે એવી વાતો ઉઠતી રહી કે તે હકીકતમાં તેજોમહાલય છે અને હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે.
હવે આ તાજમહેલ સામે ફરીથી અવાજ ઉઠ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચ સમક્ષ ભાજપના મીડિયા પ્રભારી રજનીશ સિંહે એક અરજી દાખલ કરી છે. અરજીમાં માંગણી કરાઈ છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને તાજમહેલની અંદરના 22 રૂમને ખોલવાની મંજૂરી આપવામાં આવે જેથી કરીને ત્યાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ કે શિલાલેખ છે કે નહીં તેની ખાતરી કરી શકાય. તેમના વકીલનો એવો તર્ક છે કે 1600મી સદીમાં આવેલા તમામ મુસાફરોએ પોતાની મુસાફરીનું જે વર્ણન કર્યું છે તેમાં માનસિંહના મહેલનો ઉલ્લેખ કર્યો છે.
રજનીશ સિંહના વકીલનું કહેનું છે કે તાજમહેલ 1653માં બન્યો હતો જ્યારે 1651માં ઔરંગઝેબનો એક પત્ર છે જેમાં તેમણે લખ્યું છે કે અમ્મીના મકબરાની મરામ્મત કરાવવાની જરૂર છે. આવા તથ્યોના આધારે હવે તપાસ કરવાની જરૂર છે કે આખરે તાજમહેલના જે 22 રૂમ બંધ છે તેમાં શું છે? હાઈકોર્ટ પાસે માંગણી કરવામાં આવી છે કે સરકારે એએસઆઈ તથા ઈતિહાસકારોની એક ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિ બનાવીને રિપોર્ટ દાખલ કરવો જોઈએ. જો કે આ અરજી થતા જ રાજકીય ગરમાવો આવી ગયો. કોંગ્રેસે આ સમગ્ર મામલે આરોપ લગાવ્યો કે ભાજપ જાણી જોઈને મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરે છે.
ક્યાંથી શરૂ થયો આ વિવાદ
ઈતિહાસકાર પીએન ઓકના પુસ્તક ટ્રુ સ્ટોરી ઓફ તાજથી આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ. આ પુસ્તકમાં તાજમહેલ એ શિવમંદિર હોવા અંગે અનેક દાવા કરાયા. કેટલાક ઈતિહાસકારોનો દાવો છે કે તાજમહેલમાં મુખ્ય મકબરા તથા ચમેલી ફર્શ નીચે 22 રૂમ બનેલા છે જેને બંધ કરી દેવાયા છે. ઈતિહાસકારોનું તો એવું પણ માનવું છે કે ચમેલી ફર્શ પર યમુના કિનારાની બાજુ બેસમેન્ટમાં નીચે જવા માટે બે જગ્યાએ સીડીઓ છે. તેની ઉપર લોઢાની જાળી લગાડીને સિલ કરી દેવાયું છે. 45 વર્ષ પહેલા સુધી સીડીઓથી નીચે જવાનો રસ્તો ખુલ્લો હતો. હવે આ જ 22 રૂમનો ભેદ ખોલવા માટે અરજી દાખલ કરાઈ છે.
Cyclone Asani: વાવાઝોડા 'અસાની'ની અસર દેખાવવાની શરૂ, આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
NIA Action on Dawood Ibrahim: ડી-કંપની પર NIA ની મોટી કાર્યવાહી, 20થી વધુ ઠેકાણે દરોડા
President Election 2022: આ વખતે સાંસદોની સંખ્યા ઘટી ન હોવા છતાં તેમના મતનું મૂલ્ય ઘટી જશે, જાણો કારણ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube