NIA Action on Dawood Ibrahim: ડી-કંપની પર NIA ની મોટી કાર્યવાહી, 20થી વધુ ઠેકાણે દરોડા

આ દરોડાની કાર્યવાહી મુંબઈના નાગપાડા, બાન્દ્રા, ગોરેગાંવ, પરેલ અને સાંતાક્રૂઝ જેવા વિસ્તારોમાં થઈ રહી છે. મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના આદેશ પર NIA એ દાઉદ ઈબ્રાહિમ, ડી  કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

NIA Action on Dawood Ibrahim: ડી-કંપની પર NIA ની મોટી કાર્યવાહી, 20થી વધુ ઠેકાણે દરોડા

નવી દિલ્હી: અંધારી આલમના ડોન દાઉદ ઈબ્રાહીમની ડી-કંપની પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના 20થી વધુ ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા પાડ્યા છે. જે દાઉદના શાર્પ શૂટર્સ, તસ્કરો, ડી-કંપનીના રિયલ એસ્ટેટ મેનેજર સાથે જોડાયેલા છે. આ ઉપરાંત અનેક હવાલા ઓપરેટર્સ ઉપર પણ કાર્યવાહી કરાઈ છે. 

આ દરોડાની કાર્યવાહી મુંબઈના નાગપાડા, બાન્દ્રા, ગોરેગાંવ, પરેલ અને સાંતાક્રૂઝ જેવા વિસ્તારોમાં થઈ રહી છે. મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના આદેશ પર NIA એ દાઉદ ઈબ્રાહિમ, ડી  કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે અંતર્ગત તપાસ અને કાર્યવાહી થઈ રહી છે. અત્રે જણાવવાનું કે ડી કંપની યુએન દ્વારા પ્રતિબંધિત છે. 1993માં થયેલા મુંબઈ બોમ્બ વિસ્ફોટોના આરોપી દાઉદ ઈબ્રાહિમને 2003માં યુએનએ ગ્લોબલ આતંકી ગણાવ્યો હતો. તેના પર 25 મિલિયન ડોલરનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. 

NIA Action on Dawood Ibrahim: दाऊद इब्राहिम के करीबियों पर NIA की बड़ी कार्रवाई, 20 से ज्यादा ठिकानों पर छापेमारी

દાઉદ સંલગ્ન તપાસ ગૃહ મંત્રાલયે ફેબ્રુઆરી 2022માં NIA ને સોંપી હતી.  NIA આતંક પર તપાસ કરનારી દેશની સૌથી મોટી એજન્સી છે. આ પહેલા ઈડી દાઉદ સંલગ્ન કેસોની તપાસ કરી રહી હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યાં મુજબ ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમ ટેરર ફંડિંગ, ડ્રગ્સ તસ્કરી, નાર્કો ટેરર, નકલી ચલણી નોટોના વેપાર અને આતંકને ફેલાવવાનું કામ કરે છે. આ સિવાય આતંકી સંગઠનો સાથે મળીને ભારતમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવામાં પણ તેનો હાથ છે. 

NIA ફક્ત દાઉદ અને તેની ડી કંપની વિશે જ નહીં પરંતુ અંડરવર્લ્ડના અન્ય તેના સાથે છોટા શકીલ, જાવેદ ચીકના, ટાઈગર મેમણ, ઈકબાલ મિરચી (મૃત) દાઉદની બહેન હસીના પારકર (મૃત) સંલગ્ન આતંકી ગતિવિધિઓની પણ તપાસ કરશે. દાઉદ હાલ પાકિસ્તાનમાં છૂપાયેલો છે અને કહેવાય છે કે કરાચીના અત્યંત પોશ વિસ્તારમાં વારંવાર ઠેકાણું બદલતો રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news