કૃષિ બિલના વિરોધમાં રસ્તા પર ઉતરશે કિસાન, 25 સપ્ટેમ્બરથી શરૂ થશે દેશવ્યાપી પ્રદર્શન
રાકેશ ટિકૈતે કહ્યુ કે, સરકાર જો હઠ પર અડિગ છે તો કિસાન પણ પાછા હટવાના નથી. 25 તારીખે દેશભરમાં કિસાન આ બિલોના વિરોધમાં રસ્તા પર ઉતરશે.
નવી દિલ્હીઃ કૃષિ બિલ વિરુદ્ધ કિસાનોનો ગુસ્સો વધી રહ્યો છે. સંસદમાં પસાર કરાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલોના વિરોધમાં આજે ઉત્તર પ્રદેશના બધા જિલ્લાના મુખ્યાલયો પર ભારતીય કિસાન યૂનિયન (ભાકિયૂ)એ પ્રદર્શન કર્યું હતું. મુઝફ્ફરનગર ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ કે, સરકાર બહુમતના નશામાં ચૂર છે.
રાકેશ ટિકૈતે કહ્યુ કે, દેશની સંસદના ઈતિહાસમાં પ્રથમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે અન્નદાતા સાથે જોડાયેલા ત્રણ કૃષિ બિલને પાસ કરતા સમય ન ચો કોઈ ચર્ચા અને ન તો કોઈ સાંસદને સવાલ કરવાનો અધિકાર આપવામાં આ્યો. આ ભારતના લોકતંત્રના અધ્યાયમાં કાળો દિવસ છે.
રાકેશ ટિકૈતે કહ્યુ કે, જો દેશના સાંસદોને સવાલ પૂછવાનો અધિકાર નથી તો મોદી જી દેશ માટે મહામારીના સમયમાં નવી સંસદ બનાવીને જનતાની કમાણીના 900 કરોડ રૂપિયા કેમ બરબાર કરી રહ્યાં છે. આજે દેશની સરકાર પાછળના રસ્તા કિસાનોના સમર્થન મૂલ્યનો અધિકાર છીનવવા ઈચ્છે છે, જેનાથી દેશનો કિસાન બરબાદ થઈ જશે.
કૃષિ બજારો બંધ નહીં થાય, MSP ની વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રહેશે: PM મોદી
રાકેશ ટિકૈતનો આરોપ છે કે બજારની બહાર ખરીદ પર કોઈ શુલ્ક ન હોવાથી દેશની બજાર વ્યવસ્થા સમાપ્ત થઈ જશે. સરકાર ધીરે-ધીરે પાક ખરીદીમાંથી હાથ ખેંચી લેશે. કિસાનને બજારના હવાલે છોડીને દેશની ખેતીને મજબૂત ન કરી શકાય. તેના પરિણામ પૂર્વમાં પણ વિશ્વ વ્યાપાર સંગઠનના રૂપમાં મળ્યા છે.
રાકેશ ટિકૈતે ચેતવણી આપી છે કે ભારતીય કિસાન યૂનિયન આ હકની લડાઈને મજબૂતી સાથે લડશે. સરકાર જો હઠ પર અડિગ છે તો કિસાન પણ પાછા હટવાના નથી. 25 તારીખના દેશભરમાં કિસાન આ બિલના વિરોધમાં રોડ પર ઉતરશે, જ્યાં સુધી કોઈ સમજુતી થશે નહીં ત્યાં સુધી દેશભરમાં કિસાન રસ્તાઓ પર રહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube