પટના : અલગ અલગ માંગણીઓ મુદ્દે મધ્યપ્રદેશ સહિત સમગ્ર દેશનાં અલગ અલગ રાજ્યોનાં ખેડૂત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોએ 1થી10 જુન ગામ બંધની જાહેરાત કરી છે. આ સૌની વચ્ચે જ્યારે કેન્દ્રીય કૃષી મંત્રી રાધામોહન સિંહને જ્યારે મીડિયાએ આ અંગે સવાલ પુછ્યો તો તેમનો જવાબ ખુબ જ ચોંકાવનારો હતો. કૃષી મંત્રીએ કહ્યું કે, મીડિયામાં આવવા માટે ખેડૂતો આવું કરતા હોય છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય કૃષી મંત્રીએ કહ્યું કે, ખેડૂતોનાં હિતમાં સૌથી વધારે કામ મધ્યપ્રદેશમાં જ થયું છે. તેમણે કહ્યું કે દેશમાં કરોડોની સંખ્યામાં ખેડૂતો છે. એવામાં કેટલાક ખેડૂતો પ્રદર્શનનો ખ્યાલ પણ નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ગાવ બંધ દરમિયાન એક જુનથી 10 જુન સુધી ખેડૂતો પોતાનાં ઉત્પાદન (ફળ, શાકભાજી, દુધ અને અનાજ) શહેર નહી મોકલે. રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘની આગેવાનીમાં આશરે 170 જેટલા ખેડૂત સંગઠનો ભાગ લઇ રહ્યા છે. જેનાં કારણે આંદોલનનાં એક દિવસ પહેલાથી જ જથ્થાબંધ વેપારીઓ, વેપારીઓ અને ગ્રાહકો સચેત થઇ ચુક્યા છે. કેટલાક લોકોએ આંદોલનને પહેલાથી જ ઘરમાં શાકભાજી અને ફલોનો સ્ટોક કરી લીધો છે.

બીજી તરફ જથ્થાબંધ વેપારીઓએ પણ શાકભાજી અને ફ્રુટ સહિતની વસ્તુઓનો સ્ટોક કરી લીધો છે. ખેડૂત આંદોલનનો ખેડૂતોને ફાયદો થાય કે નહી પરંતુ વેપારીઓને ખુબ થઇ રહ્યો છે. વેપારીઓ આંદોલનની હુલ આપીને ગ્રાહકોને વધારે માલ ડબલ ભાવ પધરાવી રહ્યા છે. ઉપરાંત વેચાણ પણ તેમનું અચાનક વધી ગયું છે કારણ કે લોકો ડરનાં કારણે પોતાનાં ઘરમાં શાકભાજી અને ફ્રુટનો સ્ટોક કરવા લાગ્યા છે.