પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યા નગરી ભગવાન રામના રંગમાં રંગાઈ, જાણો કેવી છે તૈયારી
22 જાન્યુઆરી 2024ના અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તેની તૈયારી હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે. પૂજન સ્થળ પર મંડપ બની રહ્યો છે અને યજ્ઞ કુંડ પણ બનાવવામાં આવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં જેમ જેમ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ તૈયારીઓને સતત વેગ મળી રહ્યો છે. જુદા જુદા આકર્ષણોથી સમગ્ર અયોધ્યાનગરી દીપી ઉઠી છે. વિદેશમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લગતા કાર્યક્રમો થઈ રહ્યા છે.
અયોધ્યા..આ નામ અત્યારે સમગ્ર દેશમાં લોકમુખે છે...22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ જ્યાં જેટલી શક્ય હોય તેટલી તૈયારીઓ અને કાર્યક્રમો થઈ રહ્યા છે...અયોધ્યાનગરી તો ભગવાન રામના રંગમાં રંગાઈ ચૂકી છે..આખી રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.
લોકો પોતાના ઘરમાં રામ મંદિરને લગતી કોઈને કોઈ નિશાની હોય તેમ ઈચ્ચે છે, ત્યારે મંદિરના મોડેલની સાથે ભગવાનના કપડાં, મુગટ, કુંડળ અને ધનુષ બાણની માગ વધી ગઈ છે... દૂર-દૂરથી લોકો અયોધ્યા આવીને આ વસ્તુઓ ખરીદી રહ્યા છે.
દરેક વ્યક્તિ પોતાના તરફથી ભગવાન શ્રીરામ માટે કંઈક ને કંઈક વિશિષ્ટ ભેટ આપવાનો કે બનાવવાનો પ્રયાસ કરી રગી છે...ત્યારે લખનઉના એક શાકભાજીના વેપારીએ રામ મંદિર માટે એક ખાસ ઘડિયાળ બનાવી છે... આ ઘડિયાળની ખાસિયત છે કે તે એકસાથે 9 દેશનો સમય દર્શાવે છે... ઘડિયાળ તૈયાર કરનાર અનિલ કુમાર સાહૂએ વર્લ્ડ ક્લોકને રામ મંદિર ટ્રસ્ટને સોંપી છે...તેને બનાવવા પાછળ 5 વર્ષનો સમય લાગ્યો છે. અનિલ કુમારનો દાવો કર્યો છે કે દુનિયામાં આ પ્રરાકની આ પહેલી ઘડિયાળ છે. તેનો સૌથી મોટો ફાયદો વિદેશના મહેમાનોને થશે... આ ઘડિયાળમાં ભારત ઉપરાંત મેક્સિકો, જાપાન, દુબઈ, ટોક્યો અને વોશિંગ્યન સહિતના 9 દેશ અને શહેરોનો સમય જોઈ શકાય છે.
આ પણ વાંચોઃ 2024માં જીતની જોરદાર તૈયારી! દરેક લોકસભા સીટ માટે BJPનો મેગા પ્લાન, આ નેતાઓ નહીં લડે
પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવતા રામ મંદિરમાં આવતા દર્શનાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે..હાલ દરરોજ 20 હજાર જેટલા લોકો મંદિરની મુલાકાત લે છે, વિકેન્ડમાં આ આંકડો બમણો થઈ જાય છે..અહીં આવનાર તમામ લોકોને વિનામૂલ્યે પ્રસાદ વહેંચવામાં આવે છે. પ્રસાદ બનાવવાની કામગીરી પણ રાત દિવસ ચાલી રહી છે..
અમેરિકાના શિકાગોમાં રહેતા ભારતીયોમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠઆ માટે અનેરો ઉત્સાહ છે... દ્રશ્યોમાં તમે જે મંદિર જોઈ રહ્યા છો તે શિકાગોમાં આવેલું હરિ સુમિરન મંદિર છે... અહીંયા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.... જેમાં મોટી સંખ્યામાં ભારતીયો પોતાની કાર સાથે જોડાયા અને ભગવાન રામના નારા લગાવ્યા હતા. આગળ જતાં એનઆરઆઈ સમુદાયનો ઉત્સાહ વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube