નવી દિલ્હી: માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબ અબ્દુલ ગફૂર એક માલવાહક જહાજમાં છૂપાઈને ભારતમાં પ્રવેશ કરવા માંગતા હતાં પરંતુ તૂતીકોરિનના તટ પર તેઓ પકડાઈ ગયાં. આ કડીમાં માલદીવની પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે  કે તેઓ સમુદ્રના રસ્તે દેશ છોડીને ભાગવાની કોશિશોમાં હતાં પરંતુ પકડાઈ ગયાં. માલદીવ પોલીસના જણાવ્યાં મુજબ અદીબ પર સાર્વજનિક સંપત્તિનો ખોટો ઉપયોગ, કદાચાર અને મની લોન્ડરિંગના આરોપ છે. ત્યાંની સુપ્રીમ કોર્ટે તેમના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકેલો છે. આ આરોપોમાં 31 જુલાઈ, 2019ના રોજ તેમણે માલદીવ પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર  થયા નહીં. માલદીવ પોલીસ સર્વિસ આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે વાત કરીને અહેમદ અદીબ અબ્દુલ ગફૂરને પાછા માલદીવ લાવવાની કોશિશો થઈ રહી છે. ગફૂરને દેશ છોડીને ભાગવામાં મદદ કરનારાઓ પણ અપરાધીક તપાસનો ભાગ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સળગતા કાશ્મીર મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'જો PM મોદી ઈચ્છે તો...'


ભારતીય અધિકારીઓએ નૌકા પર પૂછપરછ કરી
માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબની તામિલનાડુના તૂતીકોરિન તટ પર નજીકના તટરક્ષકો તથા ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા પૂછપરછ થઈ રહી છે. અદીબ એક કાર્ગો એટલે કે માલવાહક જહાજમાં સવાર હતાં. એક પોલીસ અધિકારીએ કહ્યું કે તૂતીકોરિન બંદરથી જહાજ વિર્ગો 9 માલદીવ ગયું હતું. તે પાછું ફરતા અદીબ જહાજમાં બેસી ગયા હતાં. તટરક્ષક બળ અને ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ તેમની પૂછપરછ કરી રહ્યાં છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...