જયપુરઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયાનું સૌથી ઝડપી અને શક્તિશાળી સુપર કમ્પ્યૂટર DGX-2 ભારતમાં આવી ગયું છે. તેને જોધપુરમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT Jodhpur)માં ફીટ કરવામાં આવ્યું છે. તેનાથી દેશમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના અભ્યાસમાં મદદ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IIT જોધપુરના કમ્પ્યૂટર સાયન્સ વિભાગના અધ્યક્ષ ડો. ગૌરવ હરિતે જણાવ્યું કે, 'આ દુનિયાનું સૌથી ઝડપી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપ્લિકેશન્સ માટેનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યૂટર છે. ભારતમાં આ પ્રકારનું પ્રથમ કમ્પ્યૂટર છે અને તેને અહીંની વિશેષ પ્રયોગશાળામાં લગાવાયું છે.' 


ડો. હરિતે જણાવ્યું કે, આ કમ્પ્યુટરની કિંમત રૂ.2.50 કરોડ છે. તેમાં 16 વિશેષ જીપીયુ કાર્ડ ફીટ કરેલા છે અને દરેકની ક્ષમતા 32 જીબીની છે. તેની રેમ 512 જીબી છે. સામાન્ય કમ્પ્યૂટરની ક્ષમતા માત્ર 150થી 200 વોટ હોય છે, જ્યારે આ સુપર કમ્પ્યૂટરની ક્ષમતા 10 કિલોવોટની છે. દરેક કમ્પ્યૂટર પ્રોગ્રામ ડેટા વિશ્લેષણ પર આધારિત હોય છે અને આ વિશ્લેષણ આ સુપર કમ્પ્યૂટરમાં અત્યંત ઝડપથી થશે. 


ઉલ્લેખનીય છે કે, અત્યારે દેશમાં આઈઆઈએસસી બેંગલુરુ સહિત કેટલીક ટેક્નોલોજી સંસ્થાઓમાં DGX-1 નામનું સુપર કમ્પ્યૂટર છે. DGX-2 સુપર કમ્પ્યૂટર દેશમાં પ્રથમ વખત આવ્યું છે અને તેની ક્ષમતા પ્રથમ વર્ઝન કરતાં લગભગ બમણી છે. એટલે કે, DGX-1 ની મદદથી જે કામ કરવામાં 15 દિવસ લાગે છે, તે જ કામ DGX-2 ની મદદથી માત્ર દોઢ દિવસમાં કરી શકાશે. લગભગ દોડ ક્વિન્ટલ વજન ધરાવતા આ કમ્પ્યૂટરની આંતરિક સંગ્રહ ક્ષમતા 30TB છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....