પંજાબમાં CM અમરિંદર જ રહેશે `કેપ્ટન`, સિદ્ધૂને મળી શકે છે મોટી જવાબદારી, કમિટીએ સોનિયા ગાંધીને સોંપ્યો રિપોર્ટ
માહિતી છે કે નવજોત સિંહ સિદ્ધૂને લઈને ત્રણ સભ્યોની કમિટીએ કહ્યુ કે, તેમને નજરઅંદાજ કરી શકાય નહીં. સંભાવના છે કે રાજ્ય કોંગ્રેસમાં સિદ્ધૂને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ ટીમના 'કેપ્ટન' રહેશે. નવજોત સિંહ સિદ્ધૂ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ઉભા થયેલા વિવાદને ખતમ કરવા માટે જે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી તે કમિટીએ સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. મહત્વનું છે કે આ કમિટીમાં મલ્લિકાર્જુન ખડગે, હરીશ રાવત અને જયપ્રકાશ અગ્રવાલ સામેલ હતા. ગુરૂવારે આ કમિટીએ પોતાના રિપોર્ટ પાર્ટી હાઈકમાન્ડને સોંપી દીધો છે. ઘણા મીડિયા રિપોર્ટમાં તે કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં વિશ્વાસ દેખાડ્યો છે. ત્યારબાદ તે નક્કી થઈ ગયું છે કે અમરિંદર સિંહ પંજાબ કોંગ્રેસનો ચહેરો હાલ બન્યા રહેશે.
તે પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કમિટીએ પોતાના રિપોર્ટમાં તે પણ કહ્યું કે, તપાસ દરમિયાન કેપ્ટન વિરૂદ્ધ કોઈ જૂથવાદની વાત સામે આવી નથી અને નવજોત સિંહ સિદ્ધૂને લઈને ધારાસભ્યોનું કોઈ ગ્રુપ પણ એક થયું નથી. આ કમિટીએ પંજાબ કોંગ્રેસમાં ખાલી પદોને ભરવાની ભલામણ કરી છે. પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. તેવામાં પાર્ટી કોઈ જોખમ લેવા ઈચ્છતી નથી અને પાર્ટીનો પ્રયાસ છે કે કોઈ નેતાને પણ નારાજ કરવામાં આવે નહીં.
આ પણ વાંચોઃ હિમંત બિસ્વા સરમાની મુસલમાનોને અપીલ- ગરીબી દૂર કરવા ઓછી કરો જનસંખ્યા, અપનાવો પરિવાર નિયોજન
માહિતી છે કે નવજોત સિંહ સિદ્ધૂને લઈને ત્રણ સભ્યોની કમિટીએ કહ્યુ કે, તેમને નજરઅંદાજ કરી શકાય નહીં. સંભાવના છે કે રાજ્ય કોંગ્રેસમાં સિદ્ધૂને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે અથવા તેમને ડેપ્યુટી સીએમની ઓફર કરવામાં આવી શકે છે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધૂને ચૂંટણી પ્રચાર કમિટીના અધ્યક્ષ પણ બનાવવામાં આવી શકે છે.
વર્તમાનમાં પંજાબ કોંગ્રેસની સ્થિતિને લઈને ઘણા રાજકીય વિશ્લેષકોનું તે પણ માનવુ છે કે આ સમયે કેપ્ટન સિવાય અન્ય કોઈપણ નેતા એટલા કદ્દાવર નથી, જે પોતાના દમ પર પાર્ટીને ચૂંટણીમાં જીત અપાવી શકે. તેવામાં પાર્ટી હાઈકમાન્ડ કેપ્ટન વગર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનું જોખમ લઈ શકે નહીં.
ઉદ્ધવ ઠાકરેની મુલાકાત બાદ બોલ્યા સંજય રાઉત, PM મોદી દેશના સર્વોચ્ચ નેતા
પાર્ટીની અંદરથી તે સમાચાર પણ આવ્યા હતા કે નવજોત સિંહ સિદ્ધૂ સિવાય પ્રતાપ બાજવા, ધારાસભ્ય પરગટ સિંહ અને સુખજિંદ સિંહ રંધાવા જેવા નેતા પણ કેપ્ટનથી નારાજ ચાલી રહ્યા છે. પરંતુ હાઈકમાન્ડનું માનવુ છે કે જો નારાજ જૂથને આગળ કરી કેપ્ટન અમરિંદરને નજરઅંદાજ કરવામાં આવ્યા તો આગામી ચૂંટણીમાં પાર્ટીએ તેની કિંમત ચુકવવી પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube