હિમંત બિસ્વા સરમાની મુસલમાનોને અપીલ- ગરીબી દૂર કરવા ઓછી કરો જનસંખ્યા, અપનાવો પરિવાર નિયોજન
સરકાર બધા લોકોની સંરક્ષક છે, પરંતુ તેને જનસંખ્યામાં વૃદ્ધિ રોકવા માટે અલ્પસંખ્યક સમુદાયના સમર્થનની જરૂર છે, જે ગરીબી, અશિક્ષિત અને યોગ્ય પરિવાર નિયોજનમાં કમીનું મૂળ કારણ છે.
Trending Photos
ગુવાહાટીઃ અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુરૂવારે અલ્પસંખ્યક સમુદાય એટલે કે મુસલમાનોને ગરીબી ઘટાડવા માટે જનસંખ્યા નિયંત્રણ માટે 'સભ્ય પરિવાર નિયોજન નીતિ' અપનાવવાનો આગ્રહ કર્યો છે. મુખ્યમંત્રીએ પોતાની સરકારના 30 દિવસ પૂરા થવા પર કહ્યુ કે, સમુદાયના બધા હિતધારકોએ આવવુ જોઈએ અને સમાજમાં ગરીબીને ઓછી કરવામાં સરકારનું સમર્થન કરવુ જોઈએ, જે મુખ્યરૂપથી જનસંખ્યામાં નિરંતર વૃદ્ધિનું કારણ છે.
તેમણે કહ્યું કે, સરકાર બધા લોકોની સંરક્ષક છે, પરંતુ તેને જનસંખ્યામાં વૃદ્ધિ રોકવા માટે અલ્પસંખ્યક સમુદાયના સમર્થનની જરૂર છે, જે ગરીબી, અશિક્ષિત અને યોગ્ય પરિવાર નિયોજનમાં કમીનું મૂળ કારણ છે. સરમાએ કહ્યુ કે, તેમની સરકાર સમુદાયની મહિલાઓને શિક્ષિત કરવાની દિશામાં કામ કરશે જેથી સમસ્યાનો મજબૂત રીતે સામનો થઈ શકે.
તેમણે કહ્યું કે સરકાર મંદિર, સતરા અને વન ભૂમિ પર અતિક્રમણ થવા દેશે નહીં. અલ્પસંખ્યક સમુદાયના સભ્યોએ પણ સરકારને આશ્વાસન આપ્યું છે કે તે આ જમીનો પર અતિક્રમણ ઈચ્છતા નથી. મુખ્યમંત્રીએ અલ્પસંખ્યક સમુદાયના નેતાઓને આત્મનિરીક્ષણ કરવા અને લોકોને જનસંખ્યા નિયંત્રણનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો છે.
તમને જણાવી દઈએ કે હિમંત બિસ્વ સરમાએ એક મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા તેઓ સોનોવાલની સરકારમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રી હતા. સરમાએ શિક્ષણ મંત્રી રહેતા રાજ્યમાં મદરેસા બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે