પંજાબમાં કોંગ્રેસના નવા `કેપ્ટન બન્યા નવજોત સિંહ સિદ્ધૂ`, પ્રદેશ અધ્યક્ષની કમાન મળી
પંજાબમાં છેલ્લા કેટલાક દિવસથી નવજોત સિંહ સિદ્ધૂ અને મુખ્યમંત્રી અમરિંદર સિંહ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વચ્ચે સોનિયા ગાંધીએ મહત્વનો નિર્ણય લેતા સિદ્ધૂને મહત્વનું પદ આપ્યું છે.
નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની કમાન સોંપી દીધી છે. સિદ્ધૂ સુનીલ જાખડનું સ્થાન લેશે. આ સાથે ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે.
સિદ્ધૂની સાથે ચાર કાર્યકારી અધ્યક્ષ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધૂની સાથે ચાર નેતાઓને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં સંગત સિંહ, કુલજીત નાગરા, પવન ગોયલ અને સુખવિંદર ડૈનીને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube