નવી દિલ્હી: કોવિડની ત્રીજી લહેરથી બાળકોના વધુ પ્રભાવિત થવાની આશંકા વચ્ચે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. એમ્સના પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ શનિવારે કહ્યું કે ભારતમાં બાળકોનું રસીકરણ સપ્ટેમ્બર 2021થી શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આશા છે કે સપ્ટેમ્બરની શરૂઆતથી બાળકોનું રસીકરણ શરૂ થઈ જશે. જો કે ભારતમાં હજુ સુધી બાળકો માટે કોઈ પણ કોવિડ-19 રસીને મંજૂરી અપાઈ નથી. 


2થી 6 વર્ષના બાળકો માટે કોવેક્સીનની ટ્રાયલ
દેશની રાજધાનીમાં આવેલી AIIMS આગામી અઠવાડિયેથી 2-6 વર્ષના બાળકો માટે ભારત બાયોટેકની COVAXIN ની બીજા બીજા ડોઝની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જ્યારે આ અગાઉ 6થી 12 વર્ષના બાળકોને આ કોવિડ-19 રસીના બીજા ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે વયસ્કો માટે 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ થયું તેમા કોવેક્સીનના ડોઝ અપાઈ રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube