નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરના કેસ ઓછા થવા વચ્ચે ત્રીજી લહેરની ભવિષ્યવાણી થવા લાગી છે. દિલ્હી સ્થિત એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ શુક્રવારે કહ્યુ કે, કોરોના વાયરસ મહામારીની બીજી લહેર હજુ ગઈ નથી અને ત્રીજી લહેર લોકો દ્વારા કોવિડ-19ના યોગ્ય વ્યવહાર પર નિર્ભર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ' પહેલ હેઠળ સીઆઈએસએફ દ્વારા આયોજીત રક્તદાન શિબિરના ઉદ્ધાટન સમારોહમાં ડો. ગુલેરિયાએ કહ્યુ કે, જ્યારે લોકો કોવિડ-19 યોગ્ય વ્યવહારનું પાલન કરશે તો ત્રીજી લહેરમાં કેસ ઓછા જોવા મળશે. એએનઆઈ સાથે વાત કરતા ગુલેરિયાએ કહ્યુ કે, લોકોએ તે સમજવું જોઈએ કે ભારતમાં હજુ કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી. કોરોનાના દૈનિક કેસ 40 હજાર મળી રહ્યાં છે. બધા લોકોએ કોરોનાના નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. જો નિયમોનું પાલન કરવામાં આવે છે તો દેશમાં કોરોનાની વધુ એક લહેર આવતી રોકી શકાય છે. 


આ પણ વાંચોઃ સરહદ પર પાકિસ્તાનની ચાલબાજીનો ભારતે શોધી કાઢ્યો તોડ, તૈયાર કર્યું આ જબરદસ્ત હથિયાર


કોવિડ મહામારીની બીજી લહેર આ વર્ષે એપ્રિલથી શરૂ થઈ છે, જેમાં કોરોના વાયરસના કેસ ચાર લાખને પાર પહોંચી ગયા હતા. પરંતુ મે મહિનાથી તેમાં ઘટાડો થઈ રહ્યો છે. તો કેટલાક નિષ્ણાંતોએ ઓગસ્ટ-સપ્ટેમ્બર બાદ ત્રીજી લહેરની ચેતવણી આપી હતી. કાનપુર અને હૈદરાબાદ આઈઆઈટીએ પણ ઓગસ્ટના મધ્યમાં વધઉ પ્રકોપ કે કોવિડની ત્રીજી લહેરની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે વાયરસના પ્રકારના આધાર પર ત્રીજી લહેર ઓક્ટોબરમાં પીક પર પહોંચી શકે છે.


ચીનના વુહાન શહેરમાં પ્રથમવાર 2019માં કોરોના વાયરસ સામે આવ્યો હતો અને ત્યારથી આ મહામારીએ વિશ્વને કબજામાં લઈ લીધું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે 4,323,139 લોકોના મોત સહિત અત્યાર સુધી સંક્રમણના 204,644,849 કેસની પુષ્ટિ થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube