Gurgaon મંગળવારના મીટ શોપ બંધ કરવાના નિર્ણય પર રોષે ભરાયા Asaduddin Owaisi, કહી આ વાત
હરિયાણાના (Haryana) ગુરૂગ્રામમાં (Gurgaon) દર મંગળવારના મીટની દુકાન (Meat Shops) બંધ રાખવાના નિર્ણયની AIMIM પાર્ટીના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) ટીક્કા કરી છે
હૈદરાબાદ: હરિયાણાના (Haryana) ગુરૂગ્રામમાં (Gurgaon) દર મંગળવારના મીટની દુકાન (Meat Shops) બંધ રાખવાના નિર્ણયની AIMIM પાર્ટીના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) ટીક્કા કરી છે. તેમણે દારૂ સાથે તેની સરખામણી કરતા ટ્વિટર પર મહત્વનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
દારૂ સાથે કરી સરખામણી
ઓવૈસીએ ટ્વીટ કર્યું હતું કે, તેમના અંગત જીવનમાં કોઈ શું કરી રહ્યા છે, તેનાથી કોઈના વિશ્વાસને કેવી રીતે નુકસાન પહોંચી શકે છે? લોકો માંસની ખરીદી રહ્યા છે, વેચી રહ્યા છે અથવા ખા રહ્યા છે, પરંતુ તેઓ તમને તે ખાવા માટે દબાણ કરી રહ્યાં નથી. આ આધારે, શુક્રવારે દારૂની દુકાનો પણ બંધ થવી જોઈએ? મીટ લાખો ભારતીયોનો આહાર છે. તેને અશુદ્ધ ગણી શકાય નહીં.'
આ પણ વાંચો:- લોકડાઉનની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, સીએમએ આપ્યા મોટા સંકેત
શું છે સમગ્ર મામલો?
ખરેખર, ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશન (Gurugram Municipal Corporation) દ્વારા ગુરુવારે સૂચવવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે તમામ મીટની દુકાનો બંધ રાખવાનું સૂચન આપ્યું છે. આ સાથે કોર્પોરેશને મીટ લાઇસન્સની દુકાનની ફી પાંચ હજારથી વધારીને 10 હજાર કરવાનો નિર્ણય કર્યો છે. તે જ સમયે, નિયમોના ઉલ્લંઘન માટે દંડની રકમ પણ 500 રૂપિયાથી વધારીને 5 હજાર કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube