લોકડાઉનની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, સીએમએ આપ્યા મોટા સંકેત

મહારાષ્ટ્રમાં (Maharashtra) સતત વધી રહેલા કોરોનાના (Coronavirus) નવા કેસોના કારણે ઉદ્ધવ ઠાકરે સરકારની ચિંતા વધી ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) શુક્રવારના કહ્યું કે જો સ્થિતિ વધારે ખરાબ થતી જોવા મળશે તો પ્રદેશમાં લોકડાઉન (Lockdown) લગાવવાનો એક વિકલ્પ હોઇ શકે છે.
લોકડાઉનની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, સીએમએ આપ્યા મોટા સંકેત

મુંબઇ: મહારાષ્ટ્રમાં (Maharashtra) સતત વધી રહેલા કોરોનાના (Coronavirus) નવા કેસોના કારણે ઉદ્ધવ ઠાકરે સરકારની ચિંતા વધી ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) શુક્રવારના કહ્યું કે જો સ્થિતિ વધારે ખરાબ થતી જોવા મળશે તો પ્રદેશમાં લોકડાઉન (Lockdown) લગાવવાનો એક વિકલ્પ હોઇ શકે છે.

કોરોના વેક્સીનેશન માટે લોકોને અપીલ
નાંદુરબારમાં મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે, હું આશા કરું છું કે લોકો સરકારની સાથે સહયોગ બનાવી રાખે અને કોરોના પ્રોટોકોલનું પાલન કરે. જો લોકો નહીં માને તો પ્રદેશમાં લોકડાઉન (Lockdown) લાગુ કરવાનો માત્ર એક વિકલ્પ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આ સમયે સારી વાત એ છે કે, આપણી પાસે કોરોના વેક્સીન છે. જેના દ્વારા આપણે મહામારીનો સામનો કરી શકીએ છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તે કોરોના વેક્સીન માટે આગળ આવે.

રાજ્યમાં 31 માર્ચ સુધી કેટલાક પ્રતિબંધો
તમને જણાવી દઇએ કે, કોરોનાના (Coronavirus) વધતા કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે 31 માર્ચ સુધી કેટલાક નવા પ્રતિબંધો લાગુ કર્યા છે. રાજ્ય સરકારના સર્કુલર અનુસાર, રાજ્યના તમામ થિયેટર, ઓડિટોરિયમ અને પ્રાઇવેટ ઓફિસ માત્ર 50 ટકાની ક્ષમતા સાથે કાર્યરત રહેશે. જે લોકોએ યોગ્ય રીતે માસ્ક નહીં લગાવ્યા હોય, તેમને સાર્વજનિક સ્થલો પર પ્રવેશ નહીં આપવામાં આવે. આ સાથે જ મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં લોકોની અવરજવર ઘટાડવા માટે નાઈટ કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યું છે.

રાજ્યમાં 25 હજાર 833 નવા કેસ આવ્યા સામે
મળતી જાણકારી અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Coronavirus) 25 હજાર 833 નવા કેસ સામે આવ્યા અને 58 દર્દીઓના મોત થયા છે. આ વર્ષ રાજ્યમાં કોરોનાનું પીક રહ્યું. રાજ્યમાં સૌથી પ્રભાવિત જિલ્લો નાગપુર છે. ત્યાં પર ગુરૂવારના પણ કોરોનાના 3,796 નવા કેસ સામે આવ્યા. ત્યારે 1,277 દર્દીઓ સાજા પણ થયા અને 23 દર્દીઓના મોત પણ થયા. રાજ્યની રાજધાની મુંબઇમાં પણ કંઇક આવી જ સ્થિતિ છે. સ્થિતિને જોતા હવે મુંબઇ મહાનગર પાલિકાએ (BMC) શોપિંગ મોલમાં જતા લોકો માટે કોરોના ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવો ફરજિયાત કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news