મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માં ચૂંટણી પ્રચાર દરમિયાન શુક્રવારે ઓલ ઇન્ડીય મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)નો એક એવો અંદાજ જોવા મળ્યો જે પહેલાં કદાચ જ જોયો હશે. ઓવૈસી ઔરંગાબાદ (Aurangabad)માં એક રેલીમાં મસ્તીના મૂડમાં જોવા મળ્યા અને તેમણે ડાન્સ પણ કર્યો હતો. મોટાભાગે પોતાના તીખા નિવેદનો માટે ઓવૈસીના ડાન્સનો કોઇ વીડિયો પહેલીવાર સામે આવ્યો છે અને કદાચ એટલા માટે જ સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે ઓવૈસી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક રેલીને સંબોધિત કર્યા બાદ મંચ પરથી ઉતરી રહ્યા હતા. અચાનક સીડીઓથી ઉતરતી વખતે તે ડાન્સ કરવા લાગ્યા હતા. ઓવૈસી આ ડાન્સ વીડિયોમાં ખૂબ જોશમાં જોવા મળી રહ્યા હતા.


ઓવૈસી ઉત્તર પ્રદેશના મથુરામાં પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત પર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. મોદીએ કહ્યું હતું, 'કેટલાક લોકોને ગાય અને ઓમ શબ્દ સાંભળીને આંચકો લાગે છે અને આ દુર્ભાગ્યપૂર્ણ છે. એઆઇએમઆઇએમ પ્રમુખે કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે મોદી ફક્ત એક ધર્મની વાત કરે છે. 



તેમણે કહ્યું કે 'તે (મોદી) ભારતની સુંદરતાની વાત કરતા નથી, જે બધા ધર્માવલંબીઓનું ઘર છે. તેમણે સંવિધાનની શપથ લીધી હતી અને અમને આશા હતી કે તે બધા ધર્મો વિશે વાત કરશે.' તેમણે કહ્યું કે વડાપ્રધાને મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને જોતાં આ નિવેદન આપ્યું છે.


પીએમ મોદીએ કહ્યું કે ગાય અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ કડી છે. તેના પર ઓવૈસીએ કહ્યું કે 'તે ગૌ અર્થવ્યવસ્થા વિશે ચિતિંત છે, દેશની અર્થવ્યવસ્થા પર નથી. જીડીપી દર ઘટીને પાંચ ટકા પર આવી છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં 10 લાખ લોકો બેરોજગાર થવાના છે. રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે પરંતુ તે ગૌ અર્થવ્યવસ્થા વિશે ચિંતિત છે.