18 વર્ષની યુવતી સાથે સેક્સ કરી શકો, લગ્ન નહીં? અસદુદ્દીન ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ
દેશમાં યુવતીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 કરવા પર નવો વિવાદ શરૂ થયો છે. અનેક લોકો આ પગલાને આવકારી રહ્યાં છે તો ઘણા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે યુવતીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી 21 વર્ષ કરવા પર હવે એઆઈએમઆઈએણ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ કહ્યુ- હવે કેન્દ્રએ મહિલાઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર વધારીને 21 વર્ષ કરી દીધી છે. કાયદા પ્રમાણે તમે 19 વર્ષની ઉંમરમાં કોઈ મહિલા સાથે યૌન સંબંધ બનાવી શકો છો, પરંતુ 18 વર્ષની ઉંમરમાં તેની સાથે લગ્ન ન કરી શકો? લગ્નમાં સરકારને સમસ્યા શું છે. ઓવૈસીએ કેન્દ્ર પર કટાક્ષ કરતા કહ્યુ- હવે ભાજપ કહેશે ઓવૈસી અને મુસલમાન મહિલાઓના ફાયદા માટે વાત નથી કરતા.
હકીકતમાં યૂપી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને જોતા એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી મેરઠમાં એક જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યાં હતા. જનસભાને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યું કે, હું તમને બધાને અપીલ કરુ છું કે યૂપીના 19 ટકા મુસલમાનોને પોતાની રાજકીય તાકાત, નેતૃત્વ અને ભાગીદારીની જરૂર છે, જેથી આપણા યુવાનોને સન્માન, શિક્ષણ મળી શકે, સાથે અત્યાચાર અને ભેદભાવને દૂર કરી શકાય. ઓવૈસીએ મંચ પરથી પૂછયુ- મુસલમાન ક્યારે જાગશો?
29 મહિના પછી અમેઠી પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- નફરત ફેલાવનાર હિન્દુત્વવાદી
તમને જણાવીદઈએ કે એઆઈએમઆઈએમ પશ્ચિમી યૂપીમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. પાર્ટી ચીફ અસદુદ્દીન ઓવૈસી પ્રદેશમાં 100 વિધાનસભા સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે. ઓવૈસી શનિવારે મેરઠ બિજલી બંબા બાઈપાસ પર જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube