Shaukat Ali on hindu marriage: AIMIM નેતા શૌકત અલીએ હિન્દુઓના લગ્ન પર વિવાદિત નિવેદન આપ્યું છે. યુપીના AIMIM અધ્યક્ષ શોકત અલીએ કહ્યું કે લોકો કહે છે કે અમે ત્રણ લગ્ન કર્યા છે. બે લગ્ન થાય તો પણ અમે સમાજમાં બંને પત્નીઓને સન્માન આપીએ છીએ, પરંતુ તમે (હિન્દુ) એક સાથે લગ્ન કરો છો અને તમારી 3 રખાત હોય છે અને તમે ન તો પત્નીનું સન્માન કરો છો કે ન તો રખાતનું. પરંતુ જો અમારા બે લગ્ન હોય છે તો અમે તેમને સન્માન સાથે રાખીએ છીએ અને અમારા બાળકોના નામ પણ રાશન કાર્ડમાં હોય છે. 


હિજાબ વિવાદ ઉપર પણ કરી વાત
AIMIM ના યુપી પ્રદેશ અધ્યક્ષે હિજાબ પ્રતિબંધ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર પણ વાત કરી અને કહ્યું કે દેશમાં કોણ શું પહેરશે તે હિન્દુત્વ નહીં, દેશનું બંધારણ નક્કી કરશે. શોકત અલીએ કહ્યું કે, બંધારણ નક્કી કરશે કે દેશમાં કોણ શું પહેરશે, હિન્દુ નહીં. ભાજપ આવા મુદ્દાઓ ઉઠાવીને દેશને તોડવાનું કામ કરી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube