કોઇમ્બતુર: કોઇ વિપક્ષી દળ દ્વારા ભારતની એર સ્ટ્રાઇક પર ઉઠાવેલા સવાલો પર એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે અમારુ કામ આતંકી અડ્ડાઓને નષ્ટ કરવાનું છે, આતંકીઓની લાશો ગણવાનું નથી. આ સાથે જ તેમણે કહ્યું કે જો બોર્ડર પાર કોઇ ક્ષતિ નથી થઇ તો પાકિસ્તાને પ્રતિક્રિયા કેમ આપી? જો અમે જંગલોમાં બોમ્બ ફેક્યાં હોતા તો પાકિસ્તાન પ્રધાનમંત્રી તેના પર પ્રતિક્રિયા કેમ આપતા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમારુ કામ આતંકીઓના અડ્ડા નષ્ટ કરવાનું છે, તેમની લાશ ગણવાનું નથી: વાયુસેના પ્રમુખ


એટલે કે, બીએસ ધનોઆના આ નિવેદનનો અર્થ છે કે ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાની બોર્ડરની અંદર જાન-માલનું મોટું નુકાસાન થયું છે. એટલા માટે પાકિસ્તાને તેના પર પ્રતિક્રિયા પણ આપી અને તેમના એફ-6 વિમાનોને ભારતીય બોર્ડરમાં ઘૂસાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ ઘટનામાં તેમું એક વિમાન પણ ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું છે. બીએસ ધનોઆએ આ પણ કહ્યું કે વિદેશ સચિવે તેમના નિવેદનમાં આતંકી અડ્ડાઓ પર હુમલા વિશે પહેલા જ નિવેદન આપી ચુક્યા છે. અમારુ કામ નક્કી કરેલા લક્ષ્ય પર અટેક કરવાનું ચે. અમે અમારા ટારગેટ પર હુમલો કર્યો છે. એર સ્ટ્રાઇકમાં કેટલા લોકો માર્યા ગયા તે જણાવવાનું કામ સરકારનું છે.


વધુમાં વાંચો: પાક સામે જંગમાં રાફેલ જરૂરી હતું, તો 5 વર્ષમાં કેમ ના લાવ્યા?: માયાવતી


મિગ 21 બાઇસન ગણાવ્યા યોગ્ય વિમાન
પીઓકેમાં જૈશની સામે એર સ્ટ્રાઇખમાં ઉપયોગ કરવામાં આવેલા લડાકુ વિમાન મિગ-21 બાઇસનને વાયુસેના પ્રમુખે બીએસ ઘનોઆએ યોગ્ય વિમાન ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ લડાકુ વિમાન સંપૂર્ણ રીતથી સક્ષમ છે. આ અપગ્રેડ કરવામાં આવેલા છે. તેમાં યોગ્ય રડાર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સાથે જ આ હાવામાં જ અટેક કરનાર મિસાઇલ હુમલો કરવામાં સક્ષમ છે. તેમાં સારી હથિયાર પ્રણાલી છે.


વધુમાં વાંચો: રાજસ્થાનમાં 15 વર્ષના બાળકે ઓછા ખર્ચે બનાવી અનોખી કાર


આ સાથે જ વાયુસેના પ્રમુખ ધનોઆએ કહ્યું કે પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનની સખામણીએ ઉપયોગ કરવામાં આવેલા મિગ-21 આધુનિક હથિયાર પ્રણાલીવાળા યોગ્ય વિમાન હતા. મિગ-21 બાઇસનના ઉપયોગ પર વાયુસેના પ્રમુખે કહ્યું કે જ્યારે શત્રુ હુમલો કરે છે તો જવાબ આપવા માટે દરેક હાજર વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે.


વધુમાં વાંચો: પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં 4 કલાક કર્યો ગોળીબાર, ભારતે આપ્યો સણસણતો જવાબ


જો વિંગ કમાન્ડર અભિનંદન સ્વસ્થ હશે તો લડાકુ વિમાન ઉડાવશે
વિંગ કમાન્ડર અભિનંદનને દરેક આવશ્યક સારવાર આપવામાં આવશે. અમે પાઇલટના સ્વાસ્થ્યને લઇને કોઇ સમાધાન કરી શકતા નથી, જો અભિનંદન સ્વસ્થ હશે તો લડાકુ વિમાન ઉડાવશે. વાયુસેના પ્રમુખ ધનોઆએ કહ્યું કે તેઓ રાજનીતિ પર કોઇ ટિપ્પણી કરી શકતા નથી. અભિનંદનની વાપસીથી ખુશ છે. વાયુસેના પ્રમુખ ધનોઆએ કહ્યું કે રાફેલ લડાકુ વિમાનને સપ્ટેમ્બર સુધી ભારતના શસ્ત્ર ભંડારમાં આવી જવું જોઇએ. આ સાથે જ તેમણે કહ્યું કે વાયુસેનાને બેંગલુરુમાં એર શો દરમિયાન હવામાં થયેલા અકસ્માત અને કાશ્મીરમાં હેલીકોપ્ટર અકસ્માતના કારણોની તપાસ કરવાની છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...