પાક સામે જંગમાં રાફેલ જરૂરી હતું, તો 5 વર્ષમાં કેમ ના લાવ્યા?: માયાવતી

માયાવતીએ સોમવારે ટ્વિટ કર્યું, ‘પીએમ મોદીનું રેલીઓમાં કહેવું છે કે પાકિસ્તાન સાથે લડાઇમાં રાફેલ વિમાન ખુબ જ કામ આવી શકતા હતા. એવી વાત હતી તો ગત 5 વર્ષમાં તેમના શાસનમાં એક પણ રાફેલ વિમાન કેમ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું નથી?

પાક સામે જંગમાં રાફેલ જરૂરી હતું, તો 5 વર્ષમાં કેમ ના લાવ્યા?: માયાવતી

નવી દિલ્હી: પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેના તરફથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર બસપા પ્રમુખ માયાવતીએ સોમવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ સોમવારે ટ્વિટ કર્યું, ‘પીએમ મોદીનું રેલીઓમાં કહેવું છે કે પાકિસ્તાન સાથે લડાઇમાં રાફેલ વિમાન ખુબ જ કામ આવી શકતા હતા. એવી વાત હતી તો ગત 5 વર્ષમાં તેમના શાસનમાં એક પણ રાફેલ વિમાન કેમ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું નથી? ભાજપ દ્વારા પણ દેશની રક્ષા તેમજ સુરક્ષાની સાથે આવી ગડબડ શા માટે?’

જણાવી દઇએ કે 2 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, દે શ લડાકુ વિમાન રાફેલની અછત અનુભવી રહ્યું છે, અને જો ભારત પાસે આ લડાકુ વિમાન હોત તો કંઇક અલગ વાત હોત. તેમણે કહ્યું હતું કે, રાફેલ પર સ્વાર્થનીતિ અને હવે રાજનીતિના કારણે દેશને ઘણુ નુકસાન થયું. રાફેલની અછત આજે દેશે અનુભવ કરી છે. આજે હિંદુસ્તાન એક સ્વરમાં કહી રહ્યું છે કે જો આપણી પાસે રાફેલ હોત, તો શું થતું?

જણાવી દઇએ કે 14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસી 12 મિરાજ લડાકુ વિમાનોથી લગભગ 1000 કિલોગ્રામ બોમ્બમારો કર્યો હતો. આ કાર્યવાહિ પુલવામા હુમલાને અંજાન આપનાર પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર ફેંકવામાં આવ્યા હતા. જેમાં 200થી વધારે આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news