રાફેલ ડીલ પર મોદી સરકારને મળ્યો વાયુસેના ચીફનો સાથ, કહ્યું- `ગેમચેન્જર છે આ ડીલ`
રાફેલ ફાઈટર વિમાનોને લઈને વધતા વિવાદ વચ્ચે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ આજે કહ્યું કે આ ડીલ એક `સારું પેકેજ` છે.
નવી દિલ્હી: રાફેલ ફાઈટર વિમાનોને લઈને વધતા વિવાદ વચ્ચે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ આજે કહ્યું કે આ ડીલ એક 'સારું પેકેજ' છે અને વિમાન ઉપમહાદ્વિપ માટે 'મહત્વપૂર્ણ' સાબિત થશે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે દસોલ્ટ એવિએશને ઓફસેટ ભાગીદારની પસંદગી કરી અને સરકાર તથા ભારતીય વાયુસેનાની તેમાં કોઈ ભૂમિકા નહતી. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે "રાફેલ એક સારું ફાઈટર વિમાન છે. તે ઉપમહાદ્વિપ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે."
દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે રાફેલ અને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ બુસ્ટર ડોઝ જેવા છે. એરચીફે સ્ક્વોડ્રોનની ઘટતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે HAL સાથે કરાર થવા છતાં ડિલિવરીમાં ખુબ વાર લાગી છે. સુખોઈ-30ની ડિલિવરીમાં 3 વર્ષ મોડું થઈ ગયું છે. ફાઈટર વિમાન જગુઆરમાં 6 વર્ષ મોડું થયું છે. એલસીએમાં 5 વર્ષ મિરાજ 2000ની ડિલિવરીમાં બે વર્ષની વાર લાગી છે.
દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...