નવી દિલ્હીઃ ભારતની એરલાઈન્સ એર ઈન્ડિયા(Air India) દ્વારા 27 સપ્ટેમ્બર, શુક્રવારથી નવી દિલ્હીથી ટોરોન્ટો(Delhi to Toronto) માટેની સીધી ફ્લાઈટ(Direct Flight) સેવાની શરૂઆત કરી છે. આ ખુશીમાં એરલાઈન્સના(Airlines) સ્ટાફે ગુરૂવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(IGI Airport) પર ભાંગડા કર્યો હતો. ટોરોન્ટો(Toronto) કેનેડા(Canada)નું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે અને આ નવી ફ્લાઈટથી બંને તરફના મુસાફરોને ઘણો ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત હવે તમારા એરપોર્ટ પહોંચવાથી માંડીને વિમાનમાં બેસવા સુધીની સંપૂર્ણ મદદ એર ઈન્ડિયાનો સહાય તેમની વિશેષ 'નમસ્કાર સેવા' (Namaskar Seva) દ્વારા કરશે. જોકે, આ સુવિધા એર ઈન્ડિયા તમને તદ્દન મફતમાં નહીં આપે. એર ઈન્ડિયાની નમસ્કાર સેવા 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને તેના માટે તમારા સામાન્ય ચાર્જ ચૂકવવાનો રહેશે. 


US: ટેક્સાસના પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....