US: ટેક્સાસના પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા
અમેરિકાના ટેક્સાસ (Texas)ના પહેલા પાઘડીધારી શીખ પોલીસ અધિકારી સંદીપ ધાલીવાલ (42)ની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ભારતીય-અમેરિકન સંદીપ ધાલીવાલ (Sandeep Dhaliwal)એ જ્યારે એક ગાડીને ચેકિંગ માટે રોકી ત્યારે તેમના ઉપર ફાયરિંગ થયું.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ (Texas)ના પહેલા પાઘડીધારી શીખ પોલીસ અધિકારી સંદીપ ધાલીવાલ (42)ની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ભારતીય-અમેરિકન સંદીપ ધાલીવાલ (Sandeep Dhaliwal)એ જ્યારે એક ગાડીને ચેકિંગ માટે રોકી ત્યારે તેમના ઉપર ફાયરિંગ થયું. પોલીસના જણાવ્યાં મુજબ તે ગાડીમાં એક મહિલા અને એક પુરુષ હતાં. સંદીપ ધાલીવાલે જ્યારે તેમની ગાડી રોકી તો તેમાથી એકે બહાર નીકળીને સંદીપને બે ગોળી મારી. સંદીપ ધાલીવાલ હેરિસ કાઉન્ટીમાં ડેપ્યુટી શેરિફ હતાં. તેઓ છેલ્લા 10 વર્ષથી ટેક્સાસ પોલીસ વિભાગમાં હતાં.
શેરિફ એડ ગોંઝાલેઝે ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ત્યારબાદ અમે તત્કાળ તેમના ડેશકેમથી સંદિગ્ધની તસવીર લીધી અને બાતમીદારો અને ગુપ્તચર વિભાગના માધ્યમથી શોધખોળ ચલાવી. પોલીસના જણાવ્યાં મુજબ તે આધારે 47 વર્ષના સંદિગ્ધ રોબર્ટ સોલિસની ધરપકડ કરાઈ છે. તેની મર્ડર ચાર્જમાં પૂછપરછ થઈ રહી છે. હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે શું આ કોઈ હેટ ક્રાઈમ હતો કે નહીં. શેરિફ એડે કહ્યું કે એક હીરો ગુમાવીને અમારું હ્રદયભગ્ન થયું છે. હિંસક રીતે એક લીડરની હત્યા કરાઈ. અમારી પાસે અમારા દુ:ખને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. અમારી અંદર આક્રોશ છે. અમે માણસ છીએ.
જુઓ LIVE TV
ટેક્સાસના સેનેટર જ્હોન કોર્નિને પોલીસ વિભાગની પોસ્ટ શેર કરીને યાદ કર્યું કે 2015માં કઈ રીતે સંદીપ ધાલીવાલે આ સન્માન મેળવ્યું હતું કે તેઓ ડ્યૂટી વખતે પણ શીખ પાઘડી પહેરી શકે છે અને દાઢી રાખી શકે છે. તેમણે કહ્યું કે ઓફિસર ધાલીવાલ ટેક્સાસના પહેલા શીખ હતાં જેઓ ડ્યૂટી પર પાઘડી પહેરતા હતાં. આજે ડ્યૂટી દરમિયાન તેમને ગોળી મારી દેવાઈ. તેમના પરિવાર, મિત્રો અને સાથી અધિકારીઓ પ્રત્યે મારી સંવેદનાઓ છે.
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે સંદીપ ધાલીવાલના મોત પર ઊંડો શોક વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યું કે હ્યુસ્ટનના ભારતીય અમેરિકન અધિકારી સંદીપ સિંહ ધાલીવાલની હત્યાના સમાચાર જાણીને ઊંડું દુ:ખ પહોંચ્યું છે. હાલમાં જ અમે તેમના શહેર ગયા હતાં. હું તેમના પરિજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે