દિવાળી પર દિલ્હીવાળા રાહતની ‘હવા’ લઈ શકશે એવા સમાચાર આવ્યા
બુધવારે સવારે આનંદ વિહારમાં હવાની ગુણવત્તા 315ના સ્તર પર હતી. જ્યારે કે મથુરા રોડ પર 308, પૂસા રોડ પર 290, નોએડામાં 275, ફરીદાબાદમાં 266 અને ગુરુગ્રામમાં 236 નોંધાયું છે. પરંતુ રાહત એટલી પણ સારી નથી. કેમ કે, આજે દિવાળી છે અને આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તર પર પહોંચી શકે છે.
નવી દિલ્હી : દિલ્હી અને એનસીઆરના રહેવાસીઓ માટે દિવાળીની સવારે મોટી રાહત લઈને આવી છે. ગત દિવસોની સરખામણીએ બુધવારે સવારે ઝેરીલા ધુમાડાની અસર ઓછી જોવા મળી છે. દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર થોડું ઓછું થયું, તો હવાની ગુણવત્તા બહુ જ ખરાબથી ખરાબના સ્તર પર પહોંચ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીની હવાની ગુણવત્તાનું પ્રમાણ 278 હતું, જે ખરાબની શ્રેણીમાં આવે છે.
સૌથી ઓછું પ્રદૂષણ ગુરુગ્રામમાં નોંધાયું
બુધવારે સવારે આનંદ વિહારમાં હવાની ગુણવત્તા 315ના સ્તર પર હતી. જ્યારે કે મથુરા રોડ પર 308, પૂસા રોડ પર 290, નોએડામાં 275, ફરીદાબાદમાં 266 અને ગુરુગ્રામમાં 236 નોંધાયું છે. પરંતુ રાહત એટલી પણ સારી નથી. કેમ કે, આજે દિવાળી છે અને આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તર પર પહોંચી શકે છે.
મંગળવારે બહુ જ ખરાબ હતી દિલ્હીની હવા
દિલ્હીના હવાની ગુણવત્તા મંગળવારે બહુ જ ખરાબની શ્રેણીમાં નોંધાઈ હતી. અધિકારીઓએ આ જાણકારી આપતા કહ્યું છે કે, આ દિવાળી પર ગત વર્ષની સરખામણીમાં ઓછા પ્રદૂષણવાળા ફટાકડા ફોડ્યા છતાં પણ પ્રદૂષણનું સ્તર વધી શકે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર, સમગ્ર હવા ગુણવત્તા માપદંડ (એક્યુઆઈ) 320ના સ્તર પર નોંધાયું છે, જે બહુ જ ખરાબની કેટેગરીમાં આવે છે.
ટ્રક પર પ્રતિબંધની અરજી
દિલ્હીની હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખતા પ્રદૂષણ પર નજર રાખતી સંસ્થા સીપીસીબીએ 8થી 10 નવેમ્બર સુધી શહેરમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ઈમરાન હુસૈને લોકોને બુધવારે ફટાકડારહિત દિવાળી ઉજવવાની અપીલ કરતા પ્રદૂષણ ઓછું કરવાનું સૂચવ્યું હતું.
શ્વાસ લેવાના અધિકાર માટે થયું પ્રદર્શન
તમને જણાવી દઈએ કે, મંગળવારે પર્યાવરણ મંત્રાલયના બહાર લોકોએ પ્રદૂષણના ખતરનાક રીતે વધતા સ્તરના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને દિલ્હી સરકારના સીનિયર અધિકારીઓને એક પત્ર સોંપીને શ્વાસ લેવાના અધિકારની માંગ કરી હતી. આ સાથે જ તેમણએ રાજધાની દિલ્હીમાં સ્વચ્છ હવા કાર્યક્રમને જલ્દી કાર્યરત કરવાની માંગ કરી છે.
દિવાળી બાદ કૃત્રિમ વરસાદની પણ તૈયારી
સીપીસીબીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, દિવાળી બાદ કૃત્રિમ વરસાદ કરાવવા માટે આઈઆઈટી કાનપુર અને ભારતીય મોસમ વિભાગ સાથે વાતચીત ચાલી રહી છે. દિવાળી બાદ પ્રદૂષણ ગંભીરથી વધુ આપાતકાલીન કેટેગરીમાં પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ક્લાઉડી સીડિંગ એક એવી પ્રોસેસ છે, જેમાં સિલ્વર આયોડાઈડ, ડ્રાય બરફ, અને મીઠું સહિત વિવિધ રાસાયણિક તત્વોનો ઉપયોગ કરીને વાદળોને ઘટાદાર બનાવવામાં આવે છે. જેને કારણે વરસાદ કે બરફવર્ષાની શક્યતા વધી જાય છે.