✈ બાઇક કરતાં પણ સસ્તી હવાઇ મુસાફરી, ફક્ત 150 રૂપિયામાં માણો ફ્લાઇટની મજા
Lowest Air Fare: કેન્દ્ર સરકારની `ઉડાન સ્કીમ` અંતગર્ત હવે દેશની સામાન્ય જનતા પણ ઉડાન ભરી શકે છે. અસમમાં ફક્ત 150 રૂપિયામાં હવાઇ મુસાફરી કરાવવામાં આવી રહી છે.
UDAN Scheme News: મોંઘી ફ્લાઇટની ટિકીટના લીધે પ્લેનમાં બેસવું આજે પણ ઘણા લોકો માટે એક સપના જેવું છે. પરંતુ હવે આ સપનું પુરૂ થઇ શકે છે. કારણ કે કેન્દ્ર સરકારની 'ઉડાન સ્કીમ' અંતગત હવે દેશની સામાન્ય જનતા પણ ઉડાન ભરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરો માટે અસમમાં ફક્ત 150 રૂપિયામાં હવાઇ મુસાફરી કરાવવામાં આવી રહે છે અને દેશની સૌથી ફ્લાઇટ છે.
Video: શું તમે ક્યારેય ખાધી છે સોના-ચાંદીની પાણીપુરી? ખાવી હોય તો પહોંચી જાવ અમદાવાદ
80,000 ને પાર જઇ શકે છે સોનું 1 વર્ષમાં 20% રિટર્નની આશા, શું છે એક્સપર્ટની સલાહ?
ઉડાન સ્કીમ અંતગર્ત વિમાન કંપની એલાયન્સ એર (Alliance Air) આ ખાસ સુવિધા આપી રહી છે. આ ફ્લાઇટ તેજપુરથી લઇને લખીમપુર જિલ્લાના લીલાબરી એરપોર્ટ સુધી ઉડે છે. કંપની આ રૂટ પર દરરોજ બે ઉડાન ભરવામાં આવે છે. જે ગત 2 મહિનાથી ફૂલ ચાલી રહી છે. એવામાં તમે પણ ટ્રાય કરી શકો છો તમે પણ આ સસ્તી ફ્લાઇટમાં મુસાફરી કરી શકો છો.
Hanuman Jayanti પર સર્જાઇ રહ્યા છે ઘણા રાજયોગ, 4 રાશિઓના ખુલશે પ્રગતિના દ્વાર
ગુજરાતને અડીને આવેલું આ પ્લેસ છે ધ બેસ્ટ, સસ્તામાં મળશે શિમલા-મનાલી જેવી મજા!
25 મિનિટમાં પુરી થશે 4 કલાકની મુસાફરી
આ અંગે માહિતી આપતાં તેજપુરમાં એલાયન્સ એરના સ્ટેશન મેનેજર અબુ ખાને જણાવ્યું કે, જો તમે તેજપુરથી લીલાબારી બસમાં જાઓ છો, તો તમારે 216 કિમીની મુસાફરી માટે 4 કલાકનો સમય લેવો પડશે. જ્યારે આ રૂટ પર હવાઈ અંતર 147 કિમી હશે જે ફ્લાઇટ દ્વારા માત્ર 25 મિનિટ લે છે.
બાઇક કરતાં પણ સસ્તી ફ્લાઇટ
સૌથી ખાસ વાત એ છે કે આ હવાઇ યાત્રાની મુસાફરી ફક્ત 150 રૂપિયામાં કરી શકાય છે. આ ફ્લાઇટ બાઇક કરતાં પણ સસ્તામાં મુસાફરી કરાવે છે. તો બીજી તરફ આ રૂટ પર વાયા કલકત્તાવાળી ફ્લાઇટનું ભાઍદું 450 રૂપિયા છે.
આ ઝાડ કહેવાય છે 'રૂપિયાનું ઝાડ', ખૂબ છે ડિમાંડ, કરી શકો છો લાખોની કમાણી
Covid-19: કોવિડના દર્દીઓમાં 200થી બિમારીઓનું જોખમ, સંધિવા પણ સામેલ
ઉડાન યોજનાને નોર્થમાં સારો રિસ્પોન્સ
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ ઉડાન યોજના નોર્થ ઈસ્ટમાં ફ્લાઈટ્સ માટે પાંચ રાજ્યોની 73 હવાઇ પટ્ટી યોજના (Airstrips Plan) સાથે જોડાયેલી છે. 2017માં શરૂ થયેલી ઉડાન યોજના (UDAN Scheme) ને નોર્થ ઇસ્ટમાં ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. એવામાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ અને સિક્કિમની 73 એરસ્ટ્રીપ્સ યોજના સાથે જોડાયેલ છે. હાલમાં એલાયન્સ એર, ફ્લાયબિગ અને ઈન્ડિગો અહીં સેવાઓ પૂરી પાડી રહી છે. આ યોજના હેઠળ 2021 માં ઇમ્ફાલથી શિલોંગની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી.
ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
₹15 ના શેરે આપ્યું 3000% રિટર્ન, ₹1 લાખના થઇ ગયા ₹31 લાખ, રોકાણકારો રાજીના રેડ
ઉડાન યોજના (UDAN Scheme) નો શું છે ઉદ્દેશ્ય?
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના આધિકારીઓએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે આ રૂટ પર ભાડાને વ્યાજબી બનાવવા માટે 'ઉડાન યોજના' (UDAN Scheme) અંતગર્ત એરલાઇન્સને વાયબિલિટી ગેપ ફંડિંગ (Viability Gap Funding) આપવામાં આવે છે. તેનાથી વિમાન કંપનીને ઓછા ભાડાથી જે નુકસાન થઇ રહ્યું છે તેની ભરપાઇ તેમને મળી જાય છે. એવામાં મુસાફરો માટે આ સસ્તી ટિકીટ આપવામાં આવી રહી છે. જેથી હવાઇ કનેક્ટિવિટી વધારી શકાય છે. તમને જણાવી દઇએ કે ઉડાન યોજના 2017 માં લોન્ચ થઇ હતી. તેનો ઉદ્દેશ્ય દૂરના વિસ્તારોને હવાઇ માર્ગ સાથે જોડવા અને નાના શહેરોમાં કનેક્ટિવિટી સારી કરવાનો છે.
50 વર્ષ બાદ બુધ, શુક્ર, રાહુ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓ થઇ જશે માલામાલ
24 એપ્રિલથી આ 4 રાશિઓ પર ધન, વૈભવ અને ભાગ્યના દાતા થશે મહેરબાન, સુખના દિવસો આવશે