Poplar Tree Farming: આ ઝાડ કહેવાય છે 'રૂપિયાનું ઝાડ', ખૂબ છે ડિમાંડ, કરી શકો છો લાખોની કમાણી
poplar tree farming: પોપલરના ઝાડની ખૂબ ડીમાંડ રહે છે કારણ કે તેનું લાકડું ઘણા જરૂરી કામમાં આવે છે. તેની ખેતી માટે સૂર્ય પ્રકાશની જરૂર હોય છે. ખૂબ ઠંડા વિસ્તારમાં તેની ખેતી થતી નથી.
Trending Photos
Poplar Tree Farming Tips: ભારતમાં આજે પણ મોટાભાગની વસ્તી પોતાની આજીવિકા માટે કોઇને કોઇ પ્રકારે કૃષિ પર નિર્ભર છે. પરંતુ ખેતીમાં ધીમે ધીમે આવક ઘટી રહી છે. એવામાં ખેડૂતો રોકડીયા પાક તરફ વળ્યા છે. એવામાં કેટલાક ઝાડ ખેડૂતો અથવા કોઇપણ એવા વ્યક્તિની આવક વધારવમાં મદદ કરી શકે છે જે ખેતી વડે પૈસા કમાવવાનું વિચારી રહ્યા છે. જો તમે પણ તેમાંથી એક છો તો પોપલરનું ઝાડ તમને કામ લાગશે.
પોપલરના ઝાડનું લાકડું ઘણી જગ્યાએ કામ આવે છે એટલા માટે તેની ડિમાંડ ખૂબ રહે છે. આ ઝાડ એશિયા, ઉત્તરી અમેરિકા, યૂરોપ અને આફ્રીકી દેશોમાં ઉગાડવામાં આવે છે. તેના લાકડામાંથી પેપર, પ્લાયવુડ, ચોપ સ્ટિક્સ, માચીસ અને બોક્સ બનાવામાં આવે છે.
ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
₹15 ના શેરે આપ્યું 3000% રિટર્ન, ₹1 લાખના થઇ ગયા ₹31 લાખ, રોકાણકારો રાજીના રેડ
કેવી પરિસ્થિતિમાં ઉગે છે ઝાડ?
પોપલરના વૃક્ષ 5 થી 45 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં ઉગાડવામાં આવે છે. આ ઝાડને સારી રીતે વધવા માટે સૂર્યપ્રકાશની જરૂર છે. બે ઝાડ વચ્ચે 12 થી 15 ફૂટનું અંતર હોવું જોઈએ. તેથી તમે તેમની વચ્ચે નાની ઉંચાઈના અન્ય છોડ પણ રોપી શકો છો. જેમ કે શેરડી, હળદર, બટેટા અને ટામેટા વગેરે વચ્ચે વચ્ચે વાવેતર કરી શકાય. આ વૃક્ષ ખૂબ ઠંડા વિસ્તારોમાં ઉગાડી શકાતું નથી. આ વૃક્ષ માટે ખેતરમાં જમીનનું pH લેવલ માત્ર 6 થી 8.5 હોવું જોઈએ.
Dipendra Singh Airee: 6 બોલમાં 6 સિક્સર... નેપાળના બેટ્સમેને મચાવ્યો આતંક
IPL 2024: હવે 'ગબ્બર' નહી રમે મેચ, જાણો પંજાબ કિંગ્સની કેવી છે હાલત
કેટલી થશે કમાણી
જો તમે પોપલરના ઝાડ ઉગાડવાનું વિચારી રહ્યા છો તો તેને ઓછામાં ઓછા 1 હેક્ટરમાં લગાવો. તેનાથી તમારી મહેનતનું ફળ સારું મળશે. 1 હેક્ટરમાં લગાવવામાં આવેલા ઝાડથી તમે 7-8 લાખ રૂપિયા કમાઇ શકો છો. આ ઝાડનો એક લઠ્ઠ 2000 રૂપિયા સુધીમાં વેચાય છે. તેની એક ક્વિન્ટની કિંમત 700-800 રૂપિયામાં વેચાય છે. સમાચારોનું માનીએ તો ઉત્તર પ્રદેશના બિઝનોરમાં ખેડૂતો શેરડીના પાકના મુકાબલે આ પેડો વડે વધુ કમાણી કરે છે.
50 વર્ષ બાદ બુધ, શુક્ર, રાહુ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓ થઇ જશે માલામાલ
24 એપ્રિલથી આ 4 રાશિઓ પર ધન, વૈભવ અને ભાગ્યના દાતા થશે મહેરબાન, સુખના દિવસો આવશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે