નવી દિલ્હીઃ કોરોના કાળમાં હવાઈ સફર (Air Travel) દરમિયાન હવે યાત્રીકોએ વધુ સાવધાની રાખવી પડશે. શનિવારે આ સંબંધમાં નવી ટ્રાવેલ ગાઇડલાઇન (Air Travel New Guidelines) પણ જાહેર કરી દેવામાં આવી છે. તેમાં બેદરકારી દાખવનાર યાત્રીકો વિરુદ્દ પગલાં લેતા પ્રતિબંધ લગાવવાની વાત કહેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાત્રીકો પર લાગી શકે છે પ્રતિબંધ
હકીકતમાં દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) કડક થઈ ગયું છે. જો યાત્રી વિમાનમાં માસ્ક નથી પહેરતો અને સાથે કોરોના વાયરસની ગાઇડલાઇનનો ભંગ કરે છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. જો યાત્રી વારંવાર આ ભીલ કરશે તો તેની હવાઈ સફર પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. 


પ્લેનમાંથી ઉતારી દેવામાં આવશે
DGCA તરફથી જાહેર કરાયેલી સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટમાં દાખલ થવાથી લઈને બહાર નિકળવા સુધી માસ્ક પહેરવું ફરજીયાત છે. આ સિવાય યાત્રા દરમિયાન જે યાત્રી સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન નહીં કરે, તેને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવશે. આ સિવાય જે યાત્રી પોતાની યાત્રા દરમિયાન વારંવાર નિયમોનો ભંગ કરશે તો તેને 'ઉપદ્રવી યાત્રી' જાહેર કરી દેવામાં આવશે.


આ પણ વાંચોઃ આ રાજ્યમાં ફરી કોરોનાએ ડરાવ્યા, એક દિવસમાં 15000 નવા કેસ


શું છે નવા નિયમ
1. એર ટ્રાવેલ દરમિયાન માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગનું ફરજીયાત પાલન કરવું પડશે.


2. માસ્ક ત્યાં સુધી નાક નીચે ન કરી શકાય, જ્યાં સુધી કોી અપવાની સ્થિતિ ન હોય.

3. એરપોર્ટમાં યાત્રીની એન્ટ્રી દરમિયાન CISF કે અન્ય પોલીસ કર્મચારી તે નક્કી કરશે કે કોઈ માસ્ક વગર અંદર પ્રવેશ ન કરે.

4. એરપોર્ટ ડાયરેક્ટર/ટર્મિનલ મેનેજર યાત્રીકોમાં તે વાત નક્કી કરશે કે હંમેશા યોગ્ય રીતે માસ્ક પહેર્યું હોય. આ સાથે યાત્રી યોગ્ય રીતે સોશિયલ ડિસ્ટેન્સના નિયમોનું પાલન કરે. 

5. પ્લેનમાં જો કોઈ યાત્રી કોરોનાના નિયમોનું પાલન નથી કરતો તો તેને ચેતવણી આપી છોડી દેવામાં આવશે. પરંતુ સર્કૂલરમાં કહેવામાં આવ્યું છે કે કાયદા પ્રમાણે પગલા ભરવામાં આવી શકે છે.

6. ડિપાર્ચર પહેલા, પ્લેનમાં બેસેલ કોઈ યાત્રી જો ચેતવણી બાદ યોગ્ય રીતે માસ્ક નથી પહેરતો તો તેને ઉતારી દેવામાં આવશે. 

7. ફ્લાઇટ દરમિયાન જો વારંવાર માસ્ક પહેરવાનો ઇનકાર કરે અને કોવિડ પ્રોટોકોલ્સનું પાલન નથી કરતો તો તેને ઉપદ્રવી યાત્રી જાહેર કરવામાં આવશે.

8. ઉપદ્રવી યાત્રાના લિસ્ટમાં આવનાર લોકોની હવાઈ યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. આ બેન 6 મહિનાથી લઈ બે વર્ષ સુધીનો હોઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube