Dowry: નિકાહ પહેલા વરરાજા 25 લાખનું દહેજ લઈને ફરાર, જાન લાવવા વિનંતી કરી તો માંગી કાર
UP News: બિજનૌરમાં લગ્નના એક દિવસ પહેલા દુલ્હન નહીં પરંતુ જાનૈયાઓ ફરાર થઈ ગયા. વરરાજાનો કોઈ અતોપતો નથી. જાણો શું છે સમગ્ર ઘટના...
રાજવીર ચૌધરી/બિજનૌરઃ ઉત્તર પ્રદેશમાં બિજનૌરમાં લગ્નના એક દિવસ પહેલા દુલ્હન નહીં, જાનૈયા ફરાર થઈ ગયા. વરરાજાનો કોઈ અતોપતો નથી. આ ઘટનાથી યુવતીના ઘરમાં લગ્નની તમામ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. લગ્નના એક દિવસ પહેલા દહેજનો લાલચી વરરાજો પોતાનું ઘર છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટના બિજનૌરના અફઝલગઢની છે. જાણો સમગ્ર વિગત...
કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ
કન્યા તૈયાર થઈને પોતાના સપનાના રાજકુમારની રાહ જોઈને નિરાશ થઈ રડવા લાગી. તો વરરાજા જાન લઈને ન આવતા ગામમાં સન્નાટો છવાયો હતો. કન્યાના પિતા આ અપમાનથી ખુબ પરેશાન હતા. પીડિત પિતાએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી અને દહેજ લાલચુ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. તો પોલીસે વરરાજા પક્ષના લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ શું સરકાર ફ્રીમાં બધા વિદ્યાર્થીઓને આપી રહી છે લેપટોપ? જાણો વાયરલ મેસેજનું સત્ય
ઘટના બિજનૌરના અફઝલગઢ વિસ્તારની છે. જ્યાં શેરગઢ નિવાસી સમીમ અહમદે પોતાની પુત્રી સમરીનના નિકાહ શમશાદની સાથે નક્કી કર્યા હતા. શમશાદ અને સમરીનની સગાઈ 7 જાન્યુઆરીએ ખૂબ જ ધામધૂમથી થઈ હતી. તેમાં દહેજના રૂપમાં શમશાદને 50,000 રૂપિયા રોકડા અને અન્ય સામાન આપવામાં આવ્યો હતો. નિકાહ 18 જાન્યુઆરીએ થવાના હતા. 15 જાન્યુઆરીએ વરરાજા પક્ષ ઘરેણા, એસી, ફ્રીઝ, બેડ, વાસણ અને બુલેટ બાઇક સહિત આશરે 25 લાખનો સામાન લઈને જતો રહ્યો હતો. 18 જાન્યુઆરીએ જાન સાથે આવવાનું કહ્યું હતું પરંતુ ઘરે જાન પહોંચી નહીં. આ મામલામાં પંચાયત બેઠકી, પરંતુ યુવકના પક્ષે કોઈને સાંભળ્યું નહીં.
આ પણ વાંચોઃ Controversy: બાગેશ્વર ધામના બાબાને જોશીમઠના શંકરાચાર્યએ ફેંક્યો પડકાર? કહ્યું કે....
યુવતી જાન આવવાની રાહ જોતી રહી
તમને જણાવી દઈએ કે હાથમાં મેંહદી લગાવી દુલ્હન સમરીન જાન આવવાની રાહ જોતી રહી, પરંતુ જાન આવી નહી. યુવકના પક્ષે જાન લાવવાનો ઇનકાર કરી દીધો. એટલું જ નહીં વરરાજાએ કન્યાના પિતાની પાસે ફોન કરી સ્કોર્પિયો કારની માંગ કરી દીધી. ત્યારબાદ દુલ્હનના પરિવાર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ પણ એળે ગઈ હતી. ત્યારબાદ કન્યા પક્ષે વરરાજાના પરિવારને સમજાવવાના પ્રયાસ કર્યાં પરંતુ તે માન્યા નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube