મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના અધ્યક્ષ અને કાકા શરદ પવાર (Sharad Pawar) સાથે બળવો પોકારીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બનેલા અજિત પવાર(Ajit Pawar)ને હવે તેનો ફાયદો મળવાનું શરૂ થઈ ગયું છે. ડેપ્યુટી સીએમ બનતા જ અજિત પવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસ બંધ કરી દેવાયા છે. એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ અજિત પવાર વિરુદ્ધ નોંધાયેલા 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડના 9 કેસ બંધ કરી દીધા છે. જો કે હજુ પણ સિંચાઈ કૌભાંડમાં 11 કેસ દાખલ છે. મહારાષ્ટ્રમાં લગભગ 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડમાં અજિત પવાર આરોપી હતાં. ડેપ્યુટી સીએમ બન્યાના ગણતરીના કલાકોમાં અજિત પવાર સંલગ્ન કેટલાક કેસો બંધ કરી દેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજિત પવાર BJPની સાથે, છતાં શરદ પવાર કેમ NCPમાંથી નથી કરતા હકાલપટ્ટી? આ રહ્યાં 2 મુખ્ય કારણ


શનિવારે સવારે જ્યારે અચાનક જ અજિત પવારે પાર્ટી સાથે બળવો પોકારીને ભાજપ(BJP) સાથે હાથ મિલાવ્યા હતાં તો રાજકીય ભૂકંપ આવી ગયો હતો અને બધા વિચારવા માંડ્યા હતાં કે આખરે તેમણે આ નિર્ણય કેમ લીધો. હકીકતમાં શિવસેના(Shivsena), એનસીપી અને કોંગ્રેસ(Congress)ના ગઠબંધનમાં સરકાર બનાવવાની કોશિશમાં અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવાની વાતો થઈ રહી હતી. આવામાં તેમનું ભાજપ સાથે જવું બધા માટે ચોંકાવનારું હતું. હવે ભાજપ સાથે ગયાના ગણતરીના કલાકોમાં તેમના વિરુદ્ધ દાખલ કેસો બંધ થઈ રહ્યાં છે. તેનાથી તસવીર સ્પષ્ટ થઈ રહી છે કે આખરે તેમણે આટલો મોટો રાજકીય નિર્ણય શાં માટે લીધો હતો. 


Maharashtra: આ પૂર્વ CMના માથે ફડણવીસની સરકાર બચાવવાની જવાબદારી, બહુમત ભેગુ કરી ઉતારશે 'કરજ'!


એનસીપીએ કહ્યું જો આદેશ મળશે કે પુરાવા મળશે તો તપાસ કરવા તૈયાર
મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોએ સોશિયલ મીડિયામાં રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારને સિંચાઈ કૌભાંડમાં રાહત મળી હોવાના અહેવાલો પર પોતાનું નિવેદન આપ્યું છે. એસીબીએ કહ્યું કે અજિત પવાર વિરુદ્ધ કોઈ મામલા બંધ કરાયા નથી. સિંચાઈ કૌભાંડ સંબંધિત લગભગ 3 હજાર ટેન્ડરોની હજુ પણ તપાસ ચાલુ છે. આ બાજુ આ સમગ્ર મામલે વિપક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કહેવાય છે કે 9 કેસોમાં અજિત પવાર વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube