મહારાષ્ટ્ર: સરકાર બચાવવાની કવાયત, અજિત પવારે CM ફડણવીસ સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં પળેપળ સ્થિતિ બદલાઈ રહી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર(Ajit Pawar) મોડી રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત ચાલી.
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં પળેપળ સ્થિતિ બદલાઈ રહી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર(Ajit Pawar) મોડી રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત ચાલી. અજિત પવારની સાથે કોઈ ધારાસભ્ય જો કે નજરે ચડ્યા નહીં. કહેવાય છે કે બંને નેતાઓ વચ્ચે બહુમત માટે જરૂરી આંકડો ભેગો કરવાને લઈને વાતચીત થઈ છે. અજિત પવારે 54 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. પરંતુ આ વિધાયકો તેમની સાથે ન આવ્યાં તો ફડણવીસ સરકાર માટે ખુરશી બચાવવી મુશ્કેલ પડશે.
અજિત પવાર બાદ હવે NCP નેતા ધનંજય મુંડેએ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું?
અજિત પવારે બીજી એક ટ્વીટ કરીને પણ ધડાકો કર્યો. જેમાં તેમણે લખ્યું કે તેઓ શરદ પવારને પોતાના નેતા માને છે અને હજુ પણ એનસીપીમાં છે. એટલું જ નહીં તેમણે તો એમ પણ લખ્યું કે મહારાષ્ટ્રમાં એનસીપી-ભાજપની સ્થાયી સરકાર બનશે જે રાજ્યના લોકોના કલ્યાણ માટે કામ કરશે. સ્પષ્ટ છે કે તેમની ટ્વીટ પર શરદ પવાર સ્પષ્ટીકરણ કરવાના જ હતાં. અને આવ્યું પણ ખરું. શરદ પવારે પલટવાર કરતા કહ્યું કે અજિત પવારનું નિવેદન ખોટું છે અને એનસીપી, ભાજપ સાથે કોઈ પણ સંજોગોમાં ગઠબંધન કરશે નહીં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube