અજિત પવાર બાદ હવે NCP નેતા ધનંજય મુંડેએ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું?
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તાનો રોમાંચક ખેલ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે આજે એકપછી એક મોટા દાવ પણ ખેલાતા જોવા મળી રહ્યાં છે. પહેલા ડેપ્યુટી સીએમ અજિત પવાર(Ajit Pawar)ના ટ્વીટ બોમ્બ ત્યારબાદ શરદ પવારનો વળતો જવાબ અને હવે ધનંજય મુંડે(Dhananjay Munde)ની ટ્વીટ. એનસીપી(NCP) નેતા ધનંજય મુંડેએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ શરદ પવાર(Sharad Pawar) સાથે છે. મુંડેએ એમ પણ કહ્યું છે કે તેમના અંગે કોઈ અફવાઓ ફેલાવવામાં ન આવે. ધનંજય મુંડેએ જ એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવાર(Ajit Pawar)ના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં હતાં અને ભાજપના સમર્થન માટે તેમને તૈયાર કર્યા હતાં. મુંડે અજિત પવારના ખાસ ગણાય છે તેવું કહેવાય છે. તેમના પીએ ફડણવીસના શપથગ્રહણ સમારોહમાં પણ જોવા મળ્યા હતાં. મહારાષ્ટ્રના પરાલીથી તેઓ ચૂંટણી જીતીને આવ્યાં છે. તેમણે ભાજપના ધાકડ નેતા અને પિતરાઈ પંકજા મુંડેને ચૂંટણીમાં હરાવ્યાં હતાં.
રવિવારે સાંજે ટ્વીટર પર મહારાષ્ટ્રનો રાજકીય રોમાંચ જોવા મળ્યો. પહેલા અજિત પવારે કહ્યું કે તેઓ શરદ પવારને પોતાના નેતા માને છે અને હજુ પણ એનસીપીમાં જ છે. તેમણે પોતાની અન્ય એક ટ્વીટમાં દાવો કર્યો કે એનસીપી સાથે ભાજપનું ગઠબંધન ચાલુ રહેશે અને પાંચ વર્ષ સ્થિર સરકાર આપશે. જો કે થોડીવાર બાદ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ પણ સંજોગોમાં ભાજપ સાથે ગઠબંધન થશે નહીં.
જુઓ LIVE TV
આ બધા વચ્ચે યુવા સ્વાભિમાન પાર્ટીના ધારાસભ્ય રવિ રાણાએ અજિત પવારની મુલાકાત કરી છે. રાણા ભાજપને સપોર્ટ કરી રહ્યા છે. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, "મેં અજિતદાદાને અભિનંદન પાઠવ્યાં. મોડું જરૂર થયું પરમતુ રાજ્યને હવે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી મળી ગયા છે. અમારી પાસે 175થી વધુ વિધાયકોનું સમર્થન છે. શિવસેનામાં જે ચાલી રહ્યું છે ત્યારબાદ એટલું જરૂર કહી શકું છું કે આ નંબર હજુ વધી શકે છે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે